મહિલાઓને 'આત્મનિર્ભર' બનાવવા સરકારની આ છે ખાસ યોજના, કોઇપણ અરજી કરીને લઇ શકે છે આનો લાભ, જાણો કેવી રીતે...............
મહિલાઓ આત્મનિર્ભર બની શકે તે માટે સરકાર તેમના માટે ફ્રી સિલાઇ મશીન યોજના (Free Silai Machine Yojana) ચલાવી રહી છે.
નવી દિલ્હીઃ બદલતા સમયની સાથે આજકાલની મહિલાઓ ખુદને આત્મનિર્ભર (Atmanirbhar Bharat) બનાવવાની કોશિશ કરી રહી છે. દેશમાં કેન્દ્ર (Central Government) અને રાજ્ય સરકાર (State Government) બન્ને જ મહિલાઓ અને છોકરીઓની પ્રગતિ માટે અલગ અલગ રીતે કેટલીય યોજનાઓ ચલાવે છે. છોકરીઓને જન્મથી લઇને અભ્યાસ, નોકરી અને લગ્ન માટે સરકારની ઘણીબધી યોજનાઓ ચાલે છે. આ યોજનાઓ પાછળ સરકારની એવો હેતુ રહેલો છે કે સમાજમાં મહિલાઓ પુરુષ જેવી સમોવડી બનીને રહે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે રોજગારના નવા અવસર શોધવાની બહુજ જરૂર છે.
મહિલાઓ આત્મનિર્ભર બની શકે તે માટે સરકાર તેમના માટે ફ્રી સિલાઇ મશીન યોજના (Free Silai Machine Yojana) ચલાવી રહી છે. આ યોજના અંતર્ગત મહિલાઓને સિલાઇ કરવા માટે સિલાઇ મશીન (Sewing Machine) મફતમાં આપશે. આનાથી તે પોતાના રોજગારના અવસર પેદા કરી શકે, અને સમાજમાં આગળ વધી જશે છે. જો તમે આ યોજનાનો લાભ લેવા માંગો છો, તો આના માટે અરજી કરી શકો છો. તો જાણો ફ્રી સિલાઇ મશીન યોજનાની અરજી અને પાત્રતા વિશે જાણીએ..........
આ મહિલાઓને મળે છે આ યોજનાનો લાભ -
સરકાર ફ્રી સિલાઇ મશીન યોજના દ્વારા જરૂરિયાતમંદ અને ગરીબ મહિલાઓને મફતમાં સિલાઇ મશીન આપવામાં આવે છે. આ યોજનાનો લાભ ગામડા અને શહેર બન્ને ક્ષેત્રોમાં રહેનારી મહિલાઓ લઇ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 20 થી 40 વર્ષની વચ્ચેની હોવી જોઇએ, ત્યારે જ તમે આના માટે અરજી કરી શકો છો. આ યોજના દ્વારા કેન્દ્ર સરકાર દર વર્ષે રાજ્યમાં 50 હજારથી વધુ મહિલાઓને ફ્રીમાં સિલાઇ મશીન આપે છે. આ મશીન દ્વારા મહિલાઓ નાના ગૃપમાં વેપાર-ધંધો (Business) કરીને પોતાનુ ઘર ચલાવી શકે છે. તે માત્ર તે ફક્ત એકલી પણ પોતાનો બિઝનેસ (Business Plan) કરી શકે છે.
આ છે અરજી કરવાની રીત-
જો તમે આ યોજનાનો લાભ લેવા માંગો છો તો આના માટે Free Silai Machine Yojanaની ઓફિશિયલ વેબસાઇટ પર સૌથી પહેલા ક્લિક કરો. આ પછી તમે એપ્લિકેશન ફોર્મ ડાઉનલૉડ કરીને ફિલ કરી દો. આ પછી યોજના ચલાવનારા સરકારી કેન્દ્રમાં આને જમા કરાવી દો. અરજી કરતી વખતે તમારા પરિવારનો આવકનો દાખલો (Income Certificate), આધાર કાર્ડ (Aadhaar Card), મોબાઇલ નંબર (Mobile Number), રેશન કાર્ડ (Ration Card)ની જરૂર પડશે.