
મોદી સરકારે 1.50 કરોડ કેન્દ્રીય કર્મચારીઓને કરાવ્યો મોટો આર્થિક ફાયદો, જાણો શામાં કર્યો વધારો
કોરોના કાળમાં કેન્દ્રીય કર્મચારીઓને રાહત આપતા કેન્દ્ર સરકારે 1.5 કરોડ કામદારો માટે વેરિએબલ ડિઅરનેસ એલાઉન્સ વધાર્યું છે. કેન્દ્રના કર્મચારીને અન્ય બીજા ક્યાં થશે આર્થિક લાભ મળશે જાણીએ.

નવી દિલ્લી:કોરોના કાળમાં કેન્દ્રીય કર્મચારીઓને રાહત આપતા કેન્દ્ર સરકારે 1.5 કરોડ કામદારો માટે વેરિએબલ ડિઅરનેસ એલાઉન્સ વધાર્યું છે. કેન્દ્રના કર્મચારીને અન્ય બીજા ક્યાં થશે આર્થિક લાભ મળશે જાણીએ.
કોવિડની બીજી લહેરમાં કર્મચારીઓને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. યે કેન્દ્ર સરકારના વેરિએબલ ડિઅરનેસ એલાઉન્સને માસિક 105 રૂપિયાથી વધારીને 210 રૂપિયા કરવાની જાહેરાત કરી છે. એપ્રિલ, 2021થી વીડીએનો આ નવો દર અમલી બનશે. સરકારના આ નિર્ણયથી 1.5 કરોડ કર્મચારીઓને લાભ થશે.
કેન્દ્ર સરકારના આ નિર્ણયથી રેલવે કર્મચારી, માઇન્સ, ઓયલ ફીલ્ડ, પોર્ટ કર્મચારીઓને લાભ મળશે, ઉપરાંત તેનો લાભ કોન્ટ્રાક્ટ અને કેઝ્યુઅલ બંને વર્કર્સને મળશે, લેટેસ્ટ VDA રિવિઝન માટે શ્રમ મંત્રાલયે જુલાઇ ડિસમ્બર 2020ના ઇન્ડસ્ટ્રીયલ વર્કસના સરેરાશ કઝ્ચુમર પ્રાઇસ ઇન્ડેક્શના આધારે નક્કી કરાયા છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કર્મચારીના પીએફ અને ગ્રેચ્યુટીમાં પણ વધારો થશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ ગંગવારે કહ્યું કે, કેન્દ્રના આ નિર્ણયથી કોરોનાની મહામારીની સ્થિતિમાં 1.5 કેન્દ્રના કર્મચારીને ફાયદો થશે. વીડીએમાં વધારાના પગલે કેન્દ્રીય કર્મચારીઓ અને કામદારો માટે લઘુતમ વેતન દરમાં પણ વધારો થશે.
જુલાઇથી ડિસેમ્બર, 2020ની વચ્ચે ઔદ્યોગિક શ્રમિકોના ઉપભોક્તા મૂલ્ય સૂચકાંકના સરેરાશ દરના આધારે નક્કી કરવામાં આવ્યો છે. શ્રમ પ્રધાન સંતોષ ગંગવારે જણાવ્યું હતું કે, અમારા મંત્રાલય દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા અનુસૂચિત કરવામાં આવેલા રોજગારોમાં કાર્યરત શ્રમિકોના વીડીએમાં 1 એપ્રિલ, 2021થી વધારો કરવાની જાહેરાત કરી છે.
આ વીડીએ કેન્દ્ર સરકારના નિયમિત કર્મચારીઓને મળતું ડીએ નથી. રેગ્યુલેર ડીએમાં વધારો જાન્યુઆરી, 2020થી સ્થગિત છે. આ અંગે જૂન મહિનામાં જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. વીડીએમાં વૃદ્ધિનો લાભ કેન્દ્ર સરકાર, રેલવે વહીવટી તંત્ર, માઇન્સ, ઓઇલ ફિલ્ડ, પ્રમુખ પોર્ટ અને કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલા કોઇ પણ કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવતી રોજગારીનો લાભ લેનારા કામદારોને મળશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
