ચંદ્રયાન-2ની લેન્ડિંગને લઇને ઉત્સાહિત છે PM મોદી, ટ્વિટ કરી લોકોને શું કરી અપીલ?
આ ઐતિહાસિક લેન્ડિંગ પર ફક્ત ભારતની જ નહી પરંતુ આખી દુનિયાની નજર છે
I am extremely excited to be at the ISRO Centre in Bengaluru to witness the extraordinary moment in the history of India’s space programme. Youngsters from different states will also be present to watch those special moments! There would also be youngsters from Bhutan.
— Narendra Modi (@narendramodi) September 6, 2019
ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમના ચંદ્રની ધરતી પર સફળ લેન્ડિંગ અગાઉ વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી કહ્યું કે આ ક્ષણની 130 કરોડ ભારતીયો રાહ જોઇ રહ્યા છે. હવે કેટલાક કલાકોમાં ચંદ્રયાન-2 ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. ભારત અને બાકી દુનિયા આપણા સ્પેસ વૈજ્ઞાનિકોની પ્રગતિના સાક્ષી બનશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, લોકો ચંદ્રયાન-2ની લેન્ડિંગ જોવે અને આ દરમિયાનની પોતાની તસવીર ક્લિક કરી ટ્વિટ કરો. મોદીએ કહ્યું કે, તેઓ આ તસવીરોને રિટ્વિટ કરશે.The youngsters with whom I will watch the special moments from the ISRO Centre in Bengaluru are those bright minds who won the ISRO Space Quiz on MyGov. The large scale participation in this Quiz showcases the interest of the youth in science and space. This is a great sign!
— Narendra Modi (@narendramodi) September 6, 2019
મોદીએ કહ્યું કે, હું ભારતના અવકાશ પ્રોગ્રામના ઇતિહાસમાં અસાધારણ ક્ષણના સાક્ષી બનવા માટે બેંગલુરુના ઇસરો કેન્દ્રમાં જવા માટે ઉત્સાહિત છું. આ સાથે વિવિધ રાજ્યોના યુવાઓ પણ ત્યાં હાજર રહેશે. ભૂટાનના યુવાઓ પણ આવશે.I have been regularly and enthusiastically tracking all updates relating to Chandrayaan - 2 since it was launched on 22nd July 2019. This Mission manifests the best of Indian talent and spirit of tenacity. Its success will benefit crores of Indians.
— Narendra Modi (@narendramodi) September 6, 2019
I urge you all to watch the special moments of Chandrayaan - 2 descending on to the Lunar South Pole! Do share your photos on social media. I will re-tweet some of them too.
— Narendra Modi (@narendramodi) September 6, 2019