શોધખોળ કરો

Chandrayaan 3 : ભારત દુનિયામાં ડંકો વગાડવા સજ્જ, ચંદ્રયાન-3 લોન્ચિંગને લઈ ISROની જાહેરાત

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ ચંદ્રયાન-3 ક્યારે લોંચ કરવામાં આવશે તેને લઈને તારીખ અને સમયની જાહેરાત કરી દેતા દેશવાસીઓનો ઉત્સાહ વધ્યો છે.

Chandrayaan 3 Launch:  ભારતમાં ચંદ્રયાન-3 મિશનની ભારે આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે હવે પૂરી થવા જઈ રહી છે. આ સ્પેસશીપ યાન ચંદ્ર પર ઉતરવા માટે તૈયાર છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ ચંદ્રયાન-3 ક્યારે લોંચ કરવામાં આવશે તેને લઈને તારીખ અને સમયની જાહેરાત કરી દેતા દેશવાસીઓનો ઉત્સાહ વધ્યો છે.

આ અગાઉ ચંદ્રયાન-2 મિશન 22 જુલાઈ 2019ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. લગભગ 2 મહિના બાદ એટલે કે, 7 સપ્ટેમ્બર 2019ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનો પ્રયાસ કરી રહેલું વિક્રમ લેન્ડર ક્રેશ થઈ ગયું હતું. આ સાથે જ ચંદ્રયાનની 47 દિવસની સફળ યાત્રાનો અંત આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તે સમયે ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે બેંગલુરુમાં ઈસરોના હેડક્વાર્ટર પહોંચ્યા હતા. ત્યારથી જ ભારત ચંદ્રયાન-3 મિશનની તૈયારી કરી રહ્યું છે.

ઈસરોએ હવે ચંદ્રયાન-3 મિશનને લઈ જાહેરાત કરી છે. ઈસરોના જણાવ્યા પ્રમાણે 13 જુલાઈના રોજ ચંદ્રયાન-3 લોન્ચ કરાશે. ચંદ્રયાન-3 આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સેન્ટરથી બપોરે 2.30 કલાકે લોન્ચ કરવામાં આવશે. જો ચંદ્રયાન-3નું પ્રક્ષેપણ સફળ થશે તો ભારત આવું કરનાર ચોથો દેશ બની જશે. આ પહેલા અમેરિકા, રશિયા અને ચીન ચંદ્ર પર પોતાનું અવકાશયાન ઉતારી ચૂક્યા છે.

શું છે ચંદ્રયાન-3?

ISRO ચંદ્રયાન મિશન હેઠળ ચંદ્રનો અભ્યાસ કરવા માંગે છે. ભારતે 2008માં પ્રથમ વખત ચંદ્રયાન-1 સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. ત્યાર બાદ ભારત 2019માં ચંદ્રયાન-2ના પ્રક્ષેપણમાં નિષ્ફળ રહ્યું હતું. હવે ભારત ચંદ્રયાન-3 લોન્ચ કરીને ઈતિહાસ રચવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. ચંદ્રયાન-3ના ત્રણ ભાગ - પ્રોપલ્શન મોડ્યુલ, લેન્ડર મોડ્યુલ અને રોવર તૈયાર કરવામાં આવ્યા છે. જેને ટેક્નિકલ ભાષામાં મોડ્યુલ કહેવામાં આવે છે.

ચંદ્રયાન-3 દક્ષિણ ધ્રુવ પર ઉતરશે

ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરવામાં આવશે. આ મિશનને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે તેમાં ઘણા વધારાના સેન્સર ઉમેરવામાં આવ્યા છે. તેની ઝડપ માપવા માટે તેમાં 'લેઝર ડોપ્લર વેલોસિમીટર' સિસ્ટમ લગાવવામાં આવી છે.

તમામ ટેસ્ટિંગમાં થયું પાસ

CE-20 ક્રાયોજેનિક એન્જિન, જે ચંદ્રયાન-3 મિશનના પ્રક્ષેપણ વાહનના ક્રાયોજેનિક ઉપલા તબક્કાને વેગ આપે છે, તે ઉડાન તાપમાન પરીક્ષણમાં પણ સફળ રહ્યું હતું. આ પહેલા, લેન્ડરનું પરીક્ષણ EMI/EMC પણ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.

https://t.me/abpasmitaofficial

ટોપ સ્ટોરી

સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Vande Bharat Freight Train: વંદે ભારત ફ્રેટ ટ્રેનનું ટ્રાયલ સફળ, 130ની સ્પીડથી દોડી, જાણો ક્યારે થશે શરૂ સર્વિસ
Vande Bharat Freight Train: વંદે ભારત ફ્રેટ ટ્રેનનું ટ્રાયલ સફળ, 130ની સ્પીડથી દોડી, જાણો ક્યારે થશે શરૂ સર્વિસ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Embed widget