જાણો ચંદ્રના સાઉથ પૉલ વિશે, જ્યાં આજ સુધી કોઇ નથી પહોંચી શક્યુ, પહેલીવાર ઉતરશે ભારતનું ચંદ્રયાન-3
ચંદ્રની જે જમીન પર ભારતનું ચંદ્રયાન-3 લેન્ડ થવા જઈ રહ્યું છે, તે જગ્યાનું નામ દક્ષિણ ધ્રુવ છે. આ એક એવી જગ્યા છે જેની શોધ હજુ સુધી નથી થઇ શકી.
![જાણો ચંદ્રના સાઉથ પૉલ વિશે, જ્યાં આજ સુધી કોઇ નથી પહોંચી શક્યુ, પહેલીવાર ઉતરશે ભારતનું ચંદ્રયાન-3 chandrayaan-3 Knowledge: know about south pole of moon and chandrayaan-3 landing details where moon will land જાણો ચંદ્રના સાઉથ પૉલ વિશે, જ્યાં આજ સુધી કોઇ નથી પહોંચી શક્યુ, પહેલીવાર ઉતરશે ભારતનું ચંદ્રયાન-3](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/21/813ac498807a442f379d5843b1cbecda169260238928577_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Chandrayaan-3: ભારતનું મહત્વપૂર્ણ મૂન મિશન ચંદ્રયાન-3 ટૂંક સમયમાં ચંદ્રની જમીન પર ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. આ ઈતિહાસ માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે રેકોર્ડ સાબિત થવા જઈ રહ્યો છે. ખરેખરમાં, દુનિયાનો કોઈ દેશ એ સ્થાન સુધી નથી પહોંચી શક્યો જ્યાં ભારતનું ચંદ્રયાન-3 ચંદ્ર પર ઉતરશે. જો આ મિશન સફળ થાય છે, તો ભારત આવું કરનાર પહેલો દેશ બની જશે. આવામાં એક સવાલ છે કે ચંદ્ર પર આ સ્થાન ક્યાં છે અને કયા કારણોસર તેને ચંદ્ર પરના અન્ય સ્થાનોની તુલનામાં વિશેષ માનવામાં આવે છે.
જાણો આ ચંદ્રની ધરતી સાથે જોડાયેલી દરેક વસ્તુ, જ્યાં ભારતનું મિશન મૂન લેન્ડ થવાનું છે. આ સાથે જાણો આ ભૂમિમાં શું અલગ છે અને જ્યારે રૉવર પ્રજ્ઞાન અહીં ઉતરશે ત્યારે કેવા પ્રકારનો ડેટા એકત્રિત કરવામાં આવશે…
કઇ જમીનની વાત થઇ રહી છે ?
ચંદ્રની જે જમીન પર ભારતનું ચંદ્રયાન-3 લેન્ડ થવા જઈ રહ્યું છે, તે જગ્યાનું નામ દક્ષિણ ધ્રુવ છે. આ એક એવી જગ્યા છે જેની શોધ હજુ સુધી નથી થઇ શકી. વૉલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર, જો ચંદ્રયાન-3નું લેન્ડિંગ સફળ રહે છે, તો ભારત અહીં લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ બની જશે. અગાઉ રશિયાનું લૂના-25 પણ અહીં લેન્ડ થવાનું હતું, પરંતુ રવિવારે તે અચાનક ખરાબીના કારણે ક્રેશ થઇ ગયુ અને તેનુ સફળ લેન્ડિંગ ન હતુ થઇ શક્યુ. હવે રશિયા આ રેસમાંથી બહાર થઈ ગયા બાદ ભારત પાસે આ ઈતિહાસ રચવાની તક છે.
તે ચંદ્રની જમીનમાં ઘણા મુશ્કેલ પડકારો માટે જાણીતું છે. હકીકતમાં અહીં ઘણા ઉબડખાબડ અને જોખમી વિસ્તારો છે અને વધુ પડતા અંધારાને કારણે અહીં કોઈપણ મિશનને લેન્ડ કરવામાં સમસ્યા થાય છે. આ ઉપરાંત જ્યારે ચંદ્રની રાત હોય છે, ત્યારે અહીં તાપમાન -230 ડિગ્રી સુધી ઘટી જાય છે, જેના કારણે તે ચંદ્રના દુર્લભ વિસ્તારોમાંનો એક છે. પરંતુ ભૂસ્તરશાસ્ત્રીય રીતે ખતરનાક સ્થળ ખનિજોની દ્રષ્ટિએ ખૂબ જ સારી જગ્યા છે અને અહીં ઘણા ખનિજો મળી શકે છે.
વિજ્ઞાનમાં રસ ધરાવનારાઓ માટે આ સ્થળ હંમેશા રહસ્ય રહ્યું છે. એવું પણ કહેવાય છે કે આ જગ્યાએ પાણી છે અને ચંદ્રનું આ દક્ષિણ બિંદુ અન્ય જમીનોથી તદ્દન અલગ છે. ઉલ્લેખનીય છે કે, ભારતના ચંદ્રયાનનું પણ એક જ લક્ષ્ય છે કે પ્રજ્ઞાન ત્યાંના ખનિજો વિશે વધુમાં વધુ માહિતી એકઠી કરે અને તેને પૃથ્વી પર મોકલે. આની મદદથી ચંદ્ર અને સૌરમંડળની રચના સાથે જોડાયેલી ઘણી માહિતી સામે આવી શકે છે. હવે ચંદ્રયાન-3નું અહીં લેન્ડિંગ ભારત અને દુનિયાની સામે ઘણી માહિતી લાવવા જેવું હશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)