શોધખોળ કરો
Advertisement
મોદી સરકારે દરેક બાઈકમાં શું રાખવું બનાવ્યું ફરજિયાત જાણો નવા નિયમોમાં બીજું શું શું છે જરૂરી ?
બાઇકની બંને બાજુ ડ્રાઇવર સીટની પાછળ હેન્ડ હોલ્ડ હશે. જેનો હેતુ પાછળ બેઠેલા લોકોની સેફટીનો છે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે રોડ સેફ્ટી માટે અનેક નિયમો બદલ્યા છે, જ્યારે કેટલાક નિયમો નવા બનાવ્યા છે. જેનો હેતુ જનતાની સુરક્ષાનો છે. તાજેતરમાં જ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા બાઇકચાલકોને લઈ નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
જે મુજબ બાઇકની બંને બાજુ ડ્રાઇવર સીટની પાછળ હેન્ડ હોલ્ડ હશે. જેનો હેતુ પાછળ બેઠેલા લોકોની સેફટીનો છે. હાલ મોટાભાગની બાઈકમાં આ સુવિધા નથી. ઉપરાંત પાછળ બેસનારા માટે બંને તરફ ફૂટ રેસ્ટ આપવો પડશે.
બાઇકના પાછળના વ્હીલનો જમણો હિસ્સો અડધો કવર પડશે. જેથી પાછળ બેસનારા વ્યક્તિ ખાસ કરીને મહિલાઓની સાડી, દુપટ્ટો તેમાં ફસાઈ ન જાય. સરકારે નિયમમાં બદલાવ કરતાં કહ્યું તમામે આ નિયમનું પાલન કરવું પડશે અને આગળ પણ બદલાવ થતાં રહેશે.
ગાઇડલાઇન મુજબ બાઇકમાં જે કન્ટેનર લગાવવામાં આવશે. કન્ટેનરની લંબાઈ 550 મિમી, પહોળાઈ 510 મિલી અને ઊંચાઈ 500 મિમીથી વધારે નહીં હોય.જો કન્ટેનરને પાછળની સાઇડ લગાવવામાં આવશે તો માત્ર ડ્રાઇવરને જ મંજૂરી રહેશે. કોઈ બીજો વ્યક્તિ બાઈક પર બેસી નહીં શકે.
તાજેતરમાં સરકારે ટાયરને લઈ નવી ગાઇડલાઇન જાહેર કરી હતી. જેમાં મહત્તમ 3.5 ટન વજન સુધીના વાહનાના ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમની સલાહ પણ આપી છે. આ સિસ્ટમમાં સેંસર દ્વારા ગાડીના ટાયરમાં હવાની શું સ્થિતિ છે તેની ડ્રાઇવરને જાણકારી મળે છે. આ ઉપરાંત મંત્રાલયે ટાયર મેન્ટેનન્સ કિટની પણ ભલામણ છે. જે લાગુ થયા બાદ ગાડીમાં એકસ્ટ્રા ટાયરની જરૂર નહીં પડે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement