શોધખોળ કરો
Advertisement
(Source: Matrize)
સમગ્ર વિશ્વમાંથી 21 જૂને કોરોના નષ્ટ થઈ જશે ? દેશના ક્યા ટોચના વિજ્ઞાનીએ કર્યો આ દાવો ? કોરોનાને શાની સાથે સંબંધ હોવાનો કર્યો દાવો ?
ડો. કૃષ્ણા અનુસાર, ગ્રહોની વચ્ચે ઉર્જામાં ફેરફારને કારણે આ વાયરસ વાયુમંડળમાંથી ઉત્પન્ન થયો છે. આ જ ફેરફારને કારણે ધરતી પર યોગ્ય વાતાવરણ બન્યું.
નવી દિલ્હીઃ ચેન્નઈના ન્યૂક્લિયર અને અર્થ સાઇન્ટિસ્ટ ડો. કે એલ સુંદર કૃષ્ણાએ દાવો કર્યો છે કે, કોવિડ-19 મહામારી વિેતેલા વર્ષે 26 ડિસેમ્બરે થયેલ એક સૂર્ય ગ્રહણ સાથે જોડાયેલ છે. ડો. કે એલ સુંદર કૃષ્ણએ એએનઆઈને જણાવ્યું કે, તેમનું માનવું છે કે, 26 ડિસેમ્બરે થયેલ ગ્રહણે સૌર મંડળમાં ગ્રહનું રેખાંકન બદલી નાંખ્યું છે.’
તેમનું કહેવું છે કે, સૂર્યગ્રહણ બાદ ઉત્સર્જિત વિખંડન ઉર્જાને કારણે પહેલા ન્યૂટ્રોનના કણના સંપર્ક બાદ કોરોના વાયરસ તૂટી ગયો છે. એએનઆઈ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, ડિસેમ્બર 2019થી કોરોના વાયરસ આપણા જીવનને નષ્ટ કરવા માટે આવ્યો છે. મારી સમજ અનુસાર, 26 ડિસેમ્બરે અંતિમ સૂર્ય ગર્હણ બાદ સૌર મંડળમાં ગ્રહોની સ્થિતિમાં ફેરફાર થયા છે.
ડો. કૃષ્ણા અનુસાર, ગ્રહોની વચ્ચે ઉર્જામાં ફેરફારને કારણે આ વાયરસ વાયુમંડળમાંથી ઉત્પન્ન થયો છે. આ જ ફેરફારને કારણે ધરતી પર યોગ્ય વાતાવરણ બન્યું. આ ન્યૂટ્રોન સૂર્યની સૌથી વધારે વિખંડન ઉર્જાથી નીકળી રહ્યો છે. ન્યૂક્લિયર ફોર્મેશનની આ પ્રક્રિયા બહારના મટેરિયલને કારણે શરૂ થઈ હશે, જે ઉપરના વાયુમંડળમાં બાયો મોલિક્યૂલ અને બાયો ન્યૂક્લિયરના સંપર્કમાં આવવાથી થઈ શકે છે. બાયો મોલિક્યૂલ સંરચના (પ્રોટીન)નું મ્યૂટેશન આ વાયરસનો એક સંભવિત સ્ત્રોત હોઈ શકે છે.
ડો. કેએલ સુંદર કૃષ્ણા અનુસાર, મ્યૂટેશન પ્રોસેસ સૌથી પહેલા ચીનમાં શરૂ થઈ હશે. જોકે, આ દાવાના કોઈ નક્કર પૂરાવા નથી. તેમણે કહ્યું કે, આ એક પ્રોયગ અથવા જાણીજોઈને કરવામાં આવેલ પ્રયત્ન પણ હોઈ શકે છે. આગામી સૂર્યગ્રહણ કોરોના વાયરસને ખત્મ કરવા માટે એક મહત્ત્વપૂર્ણ વળાંક સાબિત થઈ શકે છે. સૂર્યના કિરણોની તીવ્રતા વાયરસને નિષ્ક્રિય કરી દસે.
તેમણે કહ્યું કે, આપણે તેનાથી ગભરાવાની જરૂરત નથી. આ સૌરમંડળમાં થનારી પ્રાકૃતિક હલચલ છે. સૂર્યના કિરણો અને સૂર્ય ગ્રહણ આ વાયરસની પ્રાકૃતિક સારવાર છે.
જણાવીએ કે, 21 જૂનના રોજ સૂર્યગ્રહણ છે. રવિવારે સૂર્યગ્રહણ સવારે 10-20 કલાકે શરૂ થશે અને 1-49 કલાકે ખત્મ થશે. તેનું સૂતક 12 કલાક પહેલા એટલે કે 20 જૂનના રોજ રાત્રે 10-20થી શરૂ થસે, જે ગ્રહણની સાથે જ ખત્મ થશે. આ ગ્રહણ ભારત, નેપાળ, પાકિસ્તાન, સાઉદી અરબ, યૂએઈ, ઈથોપિયા અને કોંગોમાં જોવા મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion