શોધખોળ કરો
Advertisement
ઈવેન્ટ મેનેજર યુવકે એક્ટ્રેસને રીસોર્ટમાં લઈ જઈ બાંધ્યા શારીરિક સંબંધ, વારંવાર શરીર સુખ માણ્યા પછી યુવકે શું કર્યું ?
અગિયાર ફિલ્મો અને સિરિયલો કરનારી એક તમિલ અભિનેત્રીએ મોગોપાયર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
નવી દિલ્હીઃ અગિયાર ફિલ્મો અને સિરિયલો કરનારી એક તમિલ અભિનેત્રીએ મોગોપાયર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ કીઝકટ્ટલાઈનો રાજેશ નામના યુવક સાથે થોડા વર્ષો પહેલા મિત્રતા થઈ હતી અને બાદમાં તેઓએ 2019 માં સગાઈ કરી લીધી હતી.
અભિનેત્રીના કહેવા મુજબ, રાજેશ ઇવેન્ટ મેનેજર છે. સગાઈ બાદ તેને ચેન્નાઈની બહારના એક રીસોર્ટમાં લઈ ગયો હતો અને અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો. પરંતુ જ્યારે લગ્નની તારીખ નજીક આવી ત્યારે તેણે સંબંધમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો અને પછી લગ્ન કરવા તેની પાસેથી દસ લાખ રૂપિયાની માંગ કરી હતી. એક્ટ્રેસે એવો પણ આરોપ લગાવ્યો કે તેણે સંબંધ બાંધવા માટે જ સગાઈ કરી હતી પરંતુ લગ્નનો કોઈ ઈરાદો નહોતો.
જેને લઈ તેણે ફેબ્રુઆરીમાં પોલીસ ફરિયાદ કરી હતી પરંતુ કોઈ પગલાં લેવામાં ન આવતાં કોર્ટમાં ગઈ હતી. પોલીસે હવે રાજેશ સામે દુષ્કર્મ, છેતરપિંડી સહિતની ત્રણ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. રાજેશના વકીલના કહેવા મુજબ અભિનેત્રીને અનેક અફેર્સ છે અને તેણે મારા ક્લાયન્ટને કહ્યું હતું કે લગ્ન પછી પણ તેણે તેના પર નિયંત્રણ રાખવુ જોઈએ નહીં. આ કારણે તે અલગ થઈ ગઈ છે.
વકીલે એમ પણ કહ્યું કે, એક્ટ્રેસે મારા ક્લાયન્સ પાસેથી લાખો રૂપિયા લીધા થે પરંતુ જ્યારે તે પરત માંગવામાં આવ્યા ત્યારે ના પાડી દીધી હતી અને રેપની ફરિયાદ નોંધાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
શિક્ષણ
બિઝનેસ
Advertisement