શોધખોળ કરો
દિલ્લીમાં ચક્કાજામની શું છે સ્થિતિ? 10 મેટ્રો સ્ટેશનના એન્ટ્રી એક્ઝિટ ગેટ કરાયા બંધ
ખેડૂતોએ આજે ચક્કાજામનું એલાન કર્યું છે. ચક્કાજામ 12 વાગે શરૂ થયો છે અને ત્રણ વાગ્યે એક મિનિટ સુધી વાહનોના વોર્ન વગાડીને ચક્કાજામને પૂરો કરાશે, હાલ દિલ્લીમાં ચક્કાજામને લઇને શું છે સ્થિતિ જાણીએ....
![દિલ્લીમાં ચક્કાજામની શું છે સ્થિતિ? 10 મેટ્રો સ્ટેશનના એન્ટ્રી એક્ઝિટ ગેટ કરાયા બંધ Chhakajam live updates delhi, farmer movement દિલ્લીમાં ચક્કાજામની શું છે સ્થિતિ? 10 મેટ્રો સ્ટેશનના એન્ટ્રી એક્ઝિટ ગેટ કરાયા બંધ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/06180435/06.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્લી: ખેડૂતોના ચક્કાજામ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવાઇ છે. દિલ્લી પોલીસ કમિશનર એસ.એન. શ્રીવાસ્તવે સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. દિલ્લીમાં ખાનમાર્કેટ, નહેરુ પ્લેસ સહિતના કેટલાક મેટ્રો સ્ટેશનને બંધ કરી દેવાય છે. અત્યાર સુધીમાં દિલ્લીમાં આઠ મેટ્રો સ્ટેશનને બંધ કરી દેવાયા છે. જેમાં મંડી હાઉસ. દિલ્લી એન્ટ્રી ગેટ, આઇટીઓ. ડીએમઆરસીના મેટ્રો સ્ટેશન બંધ કરી દેવાયા છે. જો કે બપોરે 12.30 સુધીમાં કોઇ અનિચ્છનિય બનાવના સમાચાર નથી મળ્યાં. સ્થિતિ નિયંત્રણમાં છે.
દિલ્લીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવાઇ છે. પોલીસ, પેરામિલિટરી અને રિઝર્વ પોલીસના લગભગ 50 હજાર પોલીસ જવાન દિલ્લી એનસીઆર વિસ્તારમાં તૈનાત છે. ચક્કાજામને લઇને ખેડૂત સંગઠનમાં મતભેદ જોવા મળી રહ્યાં છે. રાકેશ ટિકેતે દિલ્લી. યૂપી અને ઉત્તરાખંડ જામની મનાઇ કરી છે તો બીજી બાજુ ખેડૂતના નેતા શ્રવણ પઢેરે જણાવ્યું હતું કે અન્ય ખેડૂત સંગઠન યૂપી, ઉત્તરાખંડમાં જામ કરી શકે છે,
ગુરુગ્રામમાં ખેડૂતોએ ચક્કાજામ શરૂ કરી દીધો છે. ગુરૂગ્રામ ક્રષ્ણાચોકમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે. શાહજહાં સીમા પર પણ મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા છે. રાજસ્થાન હરિયાણાના રાષ્ટ્રિય રાજમાર્ગને બંધ કરી દેવાયા છે. જમ્મુના ખેડૂતોએ જમ્મુ પઠાનકોટ હાઇવે પર ચક્કાજામ કર્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)