શોધખોળ કરો
Advertisement
છત્તીસગઢ: સુકમામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ચાર નક્સલી ઠાર
જગરગુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલવાદી પ્રવૃત્તિની સૂચના મળતા ડીઆરજી અને સીઆરપીએફની કોબ્રા બટાલિયનની સંયુક્ત ટીમને પેટ્રોલીંગ માટે રવાના કરવામાં આવી હતી.
રાયપુર: છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં સુરક્ષા દળોએ એક એન્કાઉન્ટરમાં ચાર નક્સલવાદીઓને ઠાર કર્યા છે. બસ્તર ક્ષેત્રના પોલીસ મહાનિરીક્ષક, સુંદરરાજ પીએ બુધવારે જણાવ્યું હતું કે, સુકમા જિલ્લાના જગરગુંડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ફુલમપર ગામના જંગલમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ચાર નક્સલવાદીઓને ઠાર કર્યા હતા.
સુંદરરાજે જણાવ્યું કે, જગરગુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલવાદી પ્રવૃત્તિની સૂચના મળતા ડીઆરજી અને સીઆરપીએફની કોબ્રા બટાલિયનની સંયુક્ત ટીમને પેટ્રોલીંગ માટે રવાના કરવામાં આવી હતી. સુરક્ષા દળો જ્યારે જંગલમાં હતા ત્યારે નક્સલીઓએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધી હતી. તેના બાદ, સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે નક્સલીઓ થોડા સમય માટે બંને તરફથી ફાયરિંગ કર્યા બાદ ત્યાંથી ભાગી ગયા હતા. બાદમાં, જ્યારે સુરક્ષા દળોએ સ્થળની તપાસ કરી ત્યારે ત્યાંથી ચાર નક્સલવાદીઓના મૃતદેહ મળ્યા હતા અને એક .303 રાઇફલ, દેશી બંદૂક અને વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. હાલમાં તે વિસ્તારમાં નક્સલવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement