ક્રૂરતાભરી હત્યાઃ માતા-પિતા, ભાઇ-ભાભી, પત્ની અને બાળકો..... બધાને કૂહાડીથી કાપી નાંખ્યા, પછી શખ્સે ખુદ ખાઇ લીધો ગળાફાંસો........
Chhindwara Mass Murder News: મધ્યપ્રદેશમાંથી એક ક્રૂરતાભરી હત્યાની ઘટના સામે આવી છે, અહીં શખ્સે ક્રૂરતાની એટલી હદ વટાવી દીધી કે તેને ખુદના પરિવારને મોતને ઘાટ ઉતારી દીધો
![ક્રૂરતાભરી હત્યાઃ માતા-પિતા, ભાઇ-ભાભી, પત્ની અને બાળકો..... બધાને કૂહાડીથી કાપી નાંખ્યા, પછી શખ્સે ખુદ ખાઇ લીધો ગળાફાંસો........ Chhindwara Mass Murder News madhya pradesh chhindwara man murders 8 family members with axe then- kills self ક્રૂરતાભરી હત્યાઃ માતા-પિતા, ભાઇ-ભાભી, પત્ની અને બાળકો..... બધાને કૂહાડીથી કાપી નાંખ્યા, પછી શખ્સે ખુદ ખાઇ લીધો ગળાફાંસો........](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/17/fd11196a716906c252ffd18ed57ff0a01715930712471876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Chhindwara Mass Murder News: મધ્યપ્રદેશમાંથી એક ક્રૂરતાભરી હત્યાની ઘટના સામે આવી છે, અહીં શખ્સે ક્રૂરતાની એટલી હદ વટાવી દીધી કે તેને ખુદના પરિવારને મોતને ઘાટ ઉતારી દીધો. રાજ્યના છિંદવાડા જિલ્લામાં એક સામૂહિક હત્યાનો મામલો સામે આવ્યો છે. જિલ્લાની છેલ્લી સરહદે આવેલા આદિવાસી બહુમતી ધરાવતા વિસ્તારના માહુલઝિર પોલીસ સ્ટેશન હેઠળના બોદલકચર ગામમાં આદિવાસી પરિવારના 8 લોકોની સામૂહિક હત્યા કરવામાં આવી હતી. પરિવારના પુત્રએ કૂહાડીના ઘા મારીને બધાની હત્યા કરી નાખી. આ પછી તેને ખુદે પણ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.
પુત્ર દ્વારા કરવામાં આવેલી આ ક્રૂરતાભરી હત્યાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આદિવાસી પરિવારના એક યુવકે તેના માતા-પિતા, પત્ની, બાળક અને ભાઈ સહિત પરિવારના આઠ લોકોની કૂહાડીના ઘા મારીને હત્યા કરી હતી. હત્યા બાદ તેણે આત્મહત્યા પણ કરી લીધી હતી.
મોડી રાત્રે ઘટી આ ભયાનક હત્યાકાંડની ઘટના
આ ઘટના મંગળવારે મોડી રાત્રે 2-3 વાગ્યે બની હોવાનું કહેવાય છે. માહુલઝિર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આખા ગામને સીલ કરી દીધું છે. છિંદવાડાના પોલીસ અધિક્ષક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હજુ વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. હાલ પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)