શોધખોળ કરો
Advertisement
લદ્દાખમાંથી સામે આવી તણાવની તસવીરો, ચીને 80 ટેન્ટ અને ફૌજ ગોઠવી તો ભારતીય સેનાએ 60 તંબુ રોપ્યા
આ સેટેલાઇટ તસવીરોમાં ભારતીય સેનાના ટેન્ટ પણ દેખાઇ રહ્યાં છે. પણ ભારતીય કેમ્પમાં ચીનીથી થોડા ઓછા કેમ્પ દેખાઇ રહ્યાં છે. ભારતીય સેનાના લગભગ 60 ટેન્ટ આ તસવીરોમાં દેખાઇ રહ્યાં છે. આ પહેલીવાર નથી કે ગલવાન ઘાટીની કોઇ તસવીર સામે આવી હોય
નવી દિલ્હીઃ એક્સાઇ-ચીન જોડાયેલી ગલવાન ઘાટીમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે તણાવ વધતો દેખાઇ રહ્યો છે. હવે ગલવાન ઘાટીની સેટેલાઇટ ઇમેજ સામે આવી છે, જેમાં બન્ને દેશોની સેનાઓના કેમ્પ સ્પષ્ટ દેખાઇ રહ્યાં છે. આ તસવીરો ચીની સેનાના 80 ટેન્ટ અને ફૌજી ગાડીઓ સ્પષ્ટ દેખાઇ રહી છે.
આ સેટેલાઇટ તસવીરોમાં ભારતીય સેનાના ટેન્ટ પણ દેખાઇ રહ્યાં છે. પણ ભારતીય કેમ્પમાં ચીનીથી થોડા ઓછા કેમ્પ દેખાઇ રહ્યાં છે. ભારતીય સેનાના લગભગ 60 ટેન્ટ આ તસવીરોમાં દેખાઇ રહ્યાં છે. આ પહેલીવાર નથી કે ગલવાન ઘાટીની કોઇ તસવીર સામે આવી હોય.
ભારતીય સેનાએ સત્તાવાર રીતે તો કંઇપણ આ સેટેલાઇટ તસવીરો વિશે કહેવાનો ઇનકારી કરી દીધો છે, પણ સુત્રોએ એબીપી ન્યૂઝને જણાવ્યુ કે જો ચીની સેનાના ટેન્ટ ગલવાન ઘાટીમાં દેખાશે તો ભારતીય સેનાના ટેન્ટ પણ દેખાશે. જોકે બન્ને દેશોની સેનાઓના કેમ્પો એકબીજાથી ઘણા દુર છે.
સેટેલાઇટ તસવીરોને ઓસ્ટ્રેલિયાની એક થિન્કટેન્ક, એએસપીઆઇ (ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટેજિક પોલીસી ઇન્સ્ટીટ્યૂટ) સાથે જોડાયેલા જાણકારે જાહેર કરી છે. સેટેલાઇટ તસવીરોમાં ગલવાન ઘાટીની લગભગ ડીબીઓ રોડ પર ભારતીય સેનાની તે ડિફેન્સ ફેસિલિટી પણ દેખાઇ રહી છે, જેને લઇને ચીની સેનાને મોટો વાંધો છે. સાથે જ ગલવાન નદીની નજીક રસ્તાંઓ પણ દેખાઇ રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય અને ચીને સેનાઓ વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા પર કેટલીક જગ્યાઓ પર તણાવ ચાલી રહ્યો છે. પેગોંગ-ત્સો લેક અને તેની નજીકના ફિંગર એરિયા સામેલ છે. આ જગ્યાઓઓ પર બન્ને સેનાઓઓ મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કરી દીધા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
દુનિયા
દેશ
Advertisement