શોધખોળ કરો
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવા પર ચિરાગ પાસવાને BJP પર સાધ્યુ નિશાન, આપ્યું મોટું નિવેદન
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવા પર વિપક્ષની સાથે સાથે અનેડીએમાં સામેલ રામવિલાસ પાસવાનની પાર્ટી લોક જનશક્તિ પાર્ટએ પણ આલોચના કરી છે.

નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવા પર વિપક્ષની સાથે સાથે અનેડીએમાં સામેલ રામવિલાસ પાસવાનની પાર્ટી લોક જનશક્તિ પાર્ટી(એલજેપી)એ પણ આલોચના કરી છે. એલજેપી અધ્યક્ષ ચિરાગ પાસવાને કહ્યું કે રાષ્ટ્રપતિ શાસન લગના દુર્ભાગ્યપૂર્ણ છે.
ચિરાગ પાસવાને ટ્વીટ કરી કહ્યું, “મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવું દુર્ભાગ્યપૂર્ણ છે. જનતાએ એનડી સરકાર બનાવવા માટે જનાદેશ આપ્યો હતો. પરંતુ પોત પોતાની મહત્વાકાંક્ષાના કારણે પ્રદેશમાં સરકાર ન બનવા દેવું ખૂબજ દુખદ છે. ”
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ બાદ છેલ્લા 20 દિવસથી કોણ સરકાર બનાવશે તેવા સસ્પેન્સની વચ્ચે મંગળવારે સાંજે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે.
જણાવી દઈએ કે એલજેપી અધ્યક્ષ ચિરાગ પાસવાને ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પાસે છ સીટ માંગી રહ્યાં હતા. ભાજપે ઇનકાર કરી દેતા એલજેપીએ વિધાનસભાની કુલ 81 સીટોમાંથી 50 સીટો પર ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
