શોધખોળ કરો

Air Travel News: 100 ટકા કેપેસિટી સાથે ઊડાન ભરશે તમામ ફ્લાઈટ, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આપી મંજૂરી

વિમાન હવે 100% મુસાફરો સાથે ઘરેલુ ઉડાન ભરી શકશે. મંગળવારે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સ્થાનિક ફ્લાઇટ્સને 100 ટકા મુસાફરોની ક્ષમતા સાથે સંચાલન કરવાની મંજૂરી આપી હતી.

વિમાન હવે 100% મુસાફરો સાથે ઘરેલુ ઉડાન ભરી શકશે. મંગળવારે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સ્થાનિક ફ્લાઇટ્સને 100 ટકા મુસાફરોની ક્ષમતા સાથે સંચાલન કરવાની મંજૂરી આપી હતી. અત્યાર સુધી, સંપૂર્ણ ક્ષમતા ધરાવતા માત્ર 85 ટકા મુસાફરો એક જ વિમાનમાં મુસાફરી કરી શકતા હતા. જોકે, હવે પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે.

કોરોના મહામારીના કારણે સરકારે ફ્લાઇટમાં મુસાફરોની ક્ષમતા પર પ્રતિબંધ લગાવ્યો હતો. ગયા મહિનાની 18 મી તારીખે મંત્રાલયે 85 ટકા ક્ષમતા સાથે ઉડાન ભરવાની મંજૂરી આપી હતી, જે હવે 100 ટકા કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ક્રમમાં એવું કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસની માર્ગદર્શિકા પહેલાની જેમ વિમાન અને એરપોર્ટ પર હજુ પણ અનુસરવામાં આવશે. મુસાફરી દરમિયાન, કોરોના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું પણ કહેવામાં આવ્યું છે.

મંત્રાલયના આદેશ અનુસાર, એરલાઇન્સ 18 સપ્ટેમ્બરથી તેમની 85 ટકા કોવિડ પહેલાની સ્થાનિક સેવાઓ ચલાવી રહી છે. એરલાઇન્સ 12 ઓગસ્ટથી 18 સપ્ટેમ્બર વચ્ચે તેમની 72.5 ટકા કોવિડ પહેલાની સ્થાનિક ફ્લાઇટ્સનું સંચાલન કરી રહી છે. 5 જુલાઈથી 12 ઓગસ્ટ વચ્ચે આ મર્યાદા 65 ટકા હતી. 1 જૂનથી 5 જુલાઈ વચ્ચે આ મર્યાદા 50 ટકા હતી.

ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે 23 માર્ચ 2020થી શેડ્યૂલ્ડ આતંરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જોકે મે 2020થી વંદે ભારત મિશન અંતર્ગત વિશેષ આંતરરાષ્ટ્રીય ઉડાનોનું સંચાલન થઈ રહ્યું છે. આ સિવાય સિલેક્ટેડ દેશોની સાથે દ્વિપક્ષીય એર બબલ વ્યવસ્થા અંતર્ગત જુલાઈ 2020થી ઉડાનોનું સંચાલન થઈ રહ્યું છે.

India Corona Cases: દેશમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

દેશમાં જીવલેણ કોરોના વાયરસના મામલા ફરીથી ઘટ્યા છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 14,313 નવા કેસ નોંધાયા છે અને 181  સંક્રમિતોના મોત થયા છે.  એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2,14,900 પર પહોંચી છે. દેશમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં 6,996 અને 84 લોકોના મોત થયા છે. આમ કેરળની સ્થિતિ હજુ ચિંતાજનક છે.

છેલ્લા 11 દિવસમાં નોંધાયેલા કેસ

1 ઓક્ટોબરઃ 26,727
2 ઓક્ટોબરઃ 24,534
3 ઓક્ટોબરઃ 22,842
4 ઓક્ટોબરઃ 20,799
5 ઓક્ટોબરઃ 18,346
6 ઓક્ટોબરઃ 18,383
7 ઓક્ટોબરઃ 22,431
8 ઓક્ટોબર: 21,527
9 ઓક્ટોબરઃ 19,740
10 ઓક્ટોબરઃ 18,106
11 ઓક્ટોબરઃ 18,132
દેશમાં કોરોનાની શું છે સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 39 લાખ 85 હજાર 920
કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 33 લાખ 20 હજાર 057
કુલ એક્ટિવ કેસઃ 2 લાખ 14 હજાર 900
કુલ મોતઃ 4 લાખ 50 હજાર 963

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget