(Source: ECI/ABP News/ABP Majha)
ભારતમાં સૌથી પહેલા જે કોરોના સ્ટ્રેન મળ્યો હતો, તેના વિશે WHOએ શું કરી સ્પષ્ટતા. એક્સપર્ટે આ મુદ્દે શું કર્યો ખુલાસો
coronavirus: ભારતમાં 12 મેએ આ વેરિએન્ટની ઓળખ B.1.617થી કરવામાં આવી હતી. જેને ભારતીય વેરિયન્ટ કહેવામાં આવે છે. આ પહેલા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું હતું કે, વાયરસ અને વેરિયન્ટને કોઇ દેશના નામથી ન ઓળખવા જોઇએ.
coronavirus: ભારતમાં 12 મેએ આ વેરિએન્ટની ઓળખ B.1.617થી કરવામાં આવી હતી. જેને ભારતીય વેરિયન્ટ કહેવામાં આવે છે. આ પહેલા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું હતું કે, વાયરસ અને વેરિયન્ટને કોઇ દેશના નામથી ન ઓળખવા જોઇએ.
ભારતમાં સૌથી પહેલા જે કોરોનાનું વેરિયન્ટ મળ્યું હતું. તેમનું નામ સોમવારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ડબ્લ્યુએચઓએ ડેલ્ટા વેરિયન્ટ રાખવામાં આવ્યું છે. ભારતમાં 12 મેએ આ વેરિયન્ટની ઓળખB.1.617 તરીકે થઇ હતી. જેમાં ભારતીય વેરિયન્ટ કહેવામાં આવે છે. જેમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું હતું કે. વાયરસ અને વેરિયન્ટસને કોઇ પણ દેશના નામથી ન ઓળખાવવા જોઇએ.
કોરોનાનો આ વેરિયન્ટ B.1.617 આધિકારિક રીતે 53 દેશો અને અનાધિકૃત રીતે સાત અન્ય દેશોમાં જોવા મળ્યો હતો. આ વેરિયન્ટ બીજા વાયરસની તુલનામાં વધુ ફેલાય છે. તેની ગંભીરતાની હાલ તપાસ થઇ રહી છે
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કોવિડ-19ના ટેકનિકલ લીડ ડોક્ટર મારિયા વેન કેરખોવે કહ્યું કે, " હાલના વૈજ્ઞાનિક નામો પર આ લેવલ ન લગાવી શકાય કારણ કે તે મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક સૂચના આપે છે અને શોધમાં ઉપયોગ કરવામાં આવે છે. કોઇ પણ દેશમાં જ્યાં આ વેરિયન્ટ જોવા મળે છે. તે દેશનું નામ વેરિયન્ટ સાથે ન જોડવું જોઇએ.
વિશ્લ સ્વાસ્થ્ય સંગઠને આ મુદ્દે સલાહ આપતાં કહ્યું કે, એક વિશેષજ્ઞ સમૂહે ગ્રીક વર્ણમાલાના અક્ષરોનું ઉપયોગ કરીને ભલામણ કરી છે કે, જે આલ્ફા, બીીટા, ગામા વગેરે છે. તે ગૈર વૈજ્ઞાનિક લોકો માટે સરળ અને ચર્ચામાં ઉપયોગ માટે વધુ પ્રેકટિકલ રહશે,.
રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1681 નવા કેસ નોંધાયા છે અને 18 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9833 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 4,721 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યાર સુધી 7,66,991 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 32345 પર પહોંચ્યો છે. જેમાંથી 496 દર્દી વેન્ટિલેટર પર અને 31849 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.79 ટકા છે.