શોધખોળ કરો
Advertisement
દિલ્હી ચૂંટણી બાદ પહેલીવાર અમિત શાહને મળ્યા CM અરવિંદ કેજરીવાલ
મુખ્યમંત્રી કેજરીવાલે મુલાકાત બાદ કહ્યું કે, દિલ્હી સંબંધિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી, અમે બન્ને સહમત હતા કે દિલ્હી વિકાસ માટે સાથે મળીને કામ કરીશું.
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. દિલ્હી વિધાનસભા ચૂંટણી બાદ આ બન્ને નેતાઓની પ્રથમ મુલાકાત હતી. અરવિંદ કેજરીવાલે મુલાકાત બાદ ટ્વીટ કરીને કહ્યું કે અનેક મુદ્દાઓ પર ગૃહમંત્રી સાથે વાતચીત થઈ.
મુખ્યમંત્રી કેજરીવાલે ટ્વિટ કર્યું કે, માનનીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. ખૂબજ સારી અને ઉપયોગી બેઠક થઈ. દિલ્હી સંબંધિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી, અમે બન્ને સહમત હતા કે દિલ્હી વિકાસ માટે સાથે મળીને કામ કરીશું.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીના કાયદા વ્યવસ્થા પર અરવિંદ કેજરીવાલ દિલ્હી પોલીસ પર સતત સવાલ ઉઠાવતા રહ્યા છે. દિલ્હીના કાયદા વ્યવસ્થાની જવાબદારી કેન્દ્ર સરકારની છે અને આ મામલે ઘણીવાર કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે ટકરાવ પણ જોવા મળી છે.Met Hon’ble Home Minister Sh Amit Shah ji. Had a very good and fruitful meeting. Discussed several issues related to Delhi. Both of us agreed that we will work together for development of Delhi
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 19, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement