શોધખોળ કરો
Advertisement
CM રૂપાણીના પત્નીએ કોરોના વાયર રસીનો પ્રથમ ડોઝ લીધો, જાણો કઈ હોસ્પિટલમાં લીધી રસી
અંજલીબેન સિનીયર સિટીઝન હોવાને કારણે બીજા તબક્કામાં વેક્સીન લેશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની આજે કોરોનાની વેક્સીન લેશે. અંજલી રૂપાણી ભાટ ખાતે આવેલી એપોલો હોસ્પિટલમાં રસી લેશે. સવારે 9 વાગ્યા આસપાસ મુખ્યમંત્રીના પત્ની અંજલીબેન હોસ્પિટલ પહોંચે તેવી શક્યતાઓ છે. ત્યારબાદ, તેમને કોરોનાની રસી આપવામાં આવશે.
અંજલીબેન સિનીયર સિટીઝન હોવાને કારણે બીજા તબક્કામાં વેક્સીન લેશે. સમગ્ર રાજ્યની 2 હજાર 195 જેટલી સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો તેમજ 536 જેટલી ખાનગી હોસ્પિટલ, દવાખાનાઓ મારફતે કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવશે.
આ હેતુસર તાલીમબદ્ધ ડોક્ટર્સ અને પેરા મેડિકલ સ્ટાફ સહિત આશરે 30 હજાર જેટલા માનવબળની સેવાઓ ઉપલબ્ધ બનાવવામાં આવશે. મહત્વનું છે કે, આજથી રાજ્યભરમાં 45થી વધુ વયના ગંભીર બિમારી ધરાવતા અને 60 વર્ષથી વધુના સિનિયર સિટીઝનને રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
કોરોના વિરુદ્ધના જંગમાં ગુજરાત મજબૂતીથી આગળ વધી રહ્યું છે. ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં હવે સામાન્ય જનતાનો પણ નંબર આવી ગયો છે. એક તરફ રાજ્યમાં કોરોનાના કેસ ફરી ફૂંફાડો મારી રહ્યા છે. ત્યારે તેના પર વાર કરવા માટે તૈયારી પણ થઈ ચુકી છે.
આજથી સામાન્ય જનતા માટે કોરોના વેક્સીનેશન શરૂ થઈ રહ્યું છે. જેમાં 60 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવામાં આવશે. તો 45 વર્ષના લોકો કે જેઓ ગંભીર બીમારીથી પીડાય છે તેમને પણ રસી આપવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
દુનિયા
Advertisement