શોધખોળ કરો
Advertisement
આ રાજ્યમાં ડુંગળી ખરીદવા માટે લોકોએ લગાવી લાંબી લાઈન, ભાવ છે માત્ર 35 રૂપિયા કિલો
કર્મચારીઓને ડર હતો કે તેમને લોકોના ગુસ્સાનો ભોગ બનવું પડી શકે છે
નવી દિલ્હીઃ ડુંગળીની વધતી જતી કિંમતની સાથે લોકોનો ગુસ્સો પણ વધી રહ્યો છે. આ ગુસ્સાથી જ ડરી જતા બિહાર રાજ્ય સહકારી માર્કેટિંગ યૂનિયન લિમિટેડના કર્મચારીઓએ હેલમેટ પહેરીને ડુંગળી વેચવાનું શરૂ કર્યું જેથી તમને લોકોનો ગુસ્સાનો સામનો ન કરવો પડે. લોકો અનેક કલાકો સુધી મોબાઈલ આઉલેટ્સની સામે લાઈન લગાવીને ઉભા છે જેથી 35 રૂપિયા કિલો ડુંગળી મેળવી શકે.
બિસ્કોમા (બિહાર સ્ટેટ કોપરેટિવ માર્કેટિંગ યુનિયન લીમિટેડ)ના અધ્યક્ષના જણાવ્યા મુજબ રાજસ્થાનથી ડુંગળી મંગાવવામાં આવી હતી. જેની કિંમત 60 રૂપિયા પ્રતિકિલો પડી હતી જો કે, તે 35 રૂપિયાના પ્રતિકિલોના ભાવથી વેચવામાં આવી હતી.
કર્મચારીઓને ડર હતો કે તેમને લોકોના ગુસ્સાનો ભોગ બનવું પડી શકે છે અને પ્રશાસને તેમને કોઈ સુરક્ષા પણ ઉપલબ્ધ કરાવી ન હતી. જોકે, ડુંગળીની ઘટન હતી પરંતુ સાવચેતીના ભાગરૂપે કર્મચારી હેલમેટ પહેરીને આવ્યા હતા. લોકો સાથે વાત કરતાં રોહુત કુમારે જણાવ્યું, ‘અમે હેલમેટ પહેર્યા હતા કારણ કે અમને અમારી સુરક્ષાની ચિંતા હતી. એક દિવસ પહેલા આરામાં લોકોએ પથ્થરબાજી કરી હતી જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા. પ્રશાસને સુરક્ષા ઉપલબ્ધ કરાવી ન હતી. કેટલાક લોકોએ આ પગલાના વખાણ કર્યા હતા. તો કેટલાક લોકો ભલે મજાક કરી રહ્યા હોય પરંતુ સવાલ એ ઉભો થાય છે કે, શું ડુંગળીને આધાર સાથે લિંક કરવામાં આવશે? નોંધનીય છે કે, બિસ્કોમોન અને નાફેડ દ્વારા પટનામાં સસ્તા દરમાં ડુંગળી વહેંચવા માટે 35 કાઉન્ટર બનાવવામાં આવ્યા છે. હાલ પટનાના ખુદરા બજારમાં ડુંગળીની કિંમત 70-80 રૂપિયા પ્રતિકિલો પહોંચી ગયું છે.Patna: Cooperative employees sell onion wearing helmets fearing public outrage Read @ANI Story | https://t.co/wKwhLLNjvF pic.twitter.com/S53abAJHv9
— ANI Digital (@ani_digital) November 30, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
અમદાવાદ
Advertisement