શોધખોળ કરો
Advertisement
દેશમાં ઠંડીનો ચમકારો! સૌથી ઓછું તાપમાન દ્રાસમાં જોવા મળ્યું? જાણો કેટલું છે તાપમાન?
માતા વૈષ્ણોદેવી ભવન પર મોડી સાંજે સિઝનની પહેલી ચાર ઈંચ હિમવર્ષા થઈ હતી. ત્રિકુટ પર્વત દોઢ ફૂટ અને ભૈરવ ઘાટી અડધો ફૂટ બરફથી છવાઈ ગઈ હતી.
શ્રીનગર: જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાના કારણે સમગ્ર દેશમાં ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે. કાશ્મીરમાં જવાહર ટનલ નજીક હિમવર્ષાને પગલે 270 કિલિમીટર લાંબો શ્રીનગર હાઈવે બંધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ધુમ્મસના કારણે સતત સાતમાં દિવસે પણ શ્રીનગર એરપોર્ટ પર તમામ ફ્લાઈટ રદ કરવામાં આવી હતી.
જોકે ગઈ કાલે દિલ્હીમાં પણ કરા સાથે વરસાદ પડતા ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. માતા વૈષ્ણોદેવી ભવન પર મોડી સાંજે સિઝનની પહેલી ચાર ઈંચ હિમવર્ષા થઈ હતી. ત્રિકુટ પર્વત દોઢ ફૂટ અને ભૈરવ ઘાટી અડધો ફૂટ બરફથી છવાઈ ગઈ હતી. હિમવર્ષાને કારણે જમ્મુ-શ્રીનગર હાઈવે પણ બંધ કરવામાં આવ્યો હતો.
પહાડી વિસ્તારમાં સૌથી સૌથી ઓછું તાપમાન દ્રાસમાં જોવા મળ્યું હતું. દ્રાસમાં -14.04 ડિગ્રી હતું. જ્યારે લેહમાં માઇનસ 10.6, ગુલમર્ગમાં માઇનસ 5.2 અને પહલગામમાં માઇનસ 1.3 ડિગ્રી હતું.
બીજી તરફ શિમલા, નૈનિતાલ અને મસુરીમાં સિઝનનો પ્રથમ બરફ વરસાદ થતાં સ્થાનિકોમાં ખુશી જોવા મળી હતી. બદરીનાથ, કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રીમાં પણ બરફ વર્ષા થઈ હતી.
છેલ્લા કેટલાક દિવસોથી રુદ્રપ્રયોગ, દેહરાદૂન, તેહરી, પૌરી, ઉત્તરકાશી, અલમોરા, બાગેશ્વર અને પિથોગઢમાં સતત વરસાદ પડી રહ્યો છે. જેને કારણે સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
દેશ
Advertisement