Omicron in Delhi: શું દિલ્હીમાં શરૂ થઇ ચૂક્યો છે ઓમિક્રોન કોમ્યુનિટી સ્પ્રેડ? સત્યેન્દ્ર જૈને આપ્યો આ જવાબ
તેમણે કહ્યું કે ગ્રેડેડ રેસ્પોન્સ એક્શન પ્લાન હેઠળ કેટલાક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે અને વધારાના પ્રતિબંધોના સંબંધમાં નિર્ણય દિલ્હી ઇમરજન્સી મેનેજમેન્ટ ઓથોરિટી કરશે.
Coronavirus Covid-19: દિલ્હીના સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈને ગુરુવારે કહ્યું કે કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ ધીરે ધીરે કોમ્યુનિટી લેવલ પર ફેલાઇ રહ્યા છે અને રાજધાનીમાં જીનોમ સીક્વેન્સિંગ માટે મોકલાયેલા સેમ્પલ્સમાંથી 46 ટકામાં ઓમિક્રોનની પુષ્ટી થઇ છે.
તેમણે કહ્યું કે ગ્રેડેડ રેસ્પોન્સ એક્શન પ્લાન હેઠળ કેટલાક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે અને વધારાના પ્રતિબંધોના સંબંધમાં નિર્ણય દિલ્હી ઇમરજન્સી મેનેજમેન્ટ ઓથોરિટી કરશે. જૈને કહ્યું કે દિલ્હીની હોસ્પિટલોમાં કોવિડ-19ના 200 દર્દીઓ ભરતી છે. જીનોમ સિક્વેન્સિંગના તાજેતરના રિપોર્ટમાં 46 ટકા સેમ્પલ્સમાં ઓમિક્રોનની પુષ્ટી થઇ છે. જેમાં તે લોકો સામેલ છે જેમણે તાજેતરમાં જ પ્રવાસ કર્યો નથી. જેનો અર્થ એ થયો કે હવે ઓમિક્રોન દિલ્હીની અંદર આવી ચૂક્યો છે. મંત્રીએ કહ્યું કે જેનો અર્થ થાય છે કે આ ધીરે ધીરે કોમ્યુનિટી સ્તર પર ફેલાઇ રહ્યો છે.
સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું કે દિલ્હીની હોસ્પિટલોમાં કોરોનાના 200 દર્દીઓ દાખલ છે તેમાંથી ફક્ત 102 જ શહેરના રહેવાસી છે. જ્યારે તેમાંથી 115માં સંક્રમણના કોઇ લક્ષણો નથી અને તેમને સાવચેતીના ભાગરૂપે હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.તેમણે કહ્યું કે અનેક ઇન્ટરનેશનલ પ્રવાસીઓનો એરપોર્ટ પર કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો પરંતુ બાદમાં તેઓ પોઝિટીવ આવી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન તેમના પરિવારના સભ્યો પણ સંક્રમિત થઇ રહ્યા છે.
Omicron વેરિયન્ટના ખતરા વચ્ચે દેશમાં કોરોનાનાં કેસમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જાહેર કરેલ આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં 13,154 કોરોનાનાં કેસ નોંધાયા છે. જે સરખામણી કરી તો ગઇકાલ કરતાં 43 ટકા વધારે છે. ગઈકાલે 9 હજાર જેટલા કેસ નોંધાયા હતા. જે આજે સીધા 13 હજારથી ઉપર પહોંચી ગયા હતા.
આ પણ વાંચોઃ
Govt Jobs 2022: જો તમે અનુવાદક બનવા માંગતા હો, તો અહીં અરજી કરો, 10 પાસ યુવાનો માટે સુવર્ણ તક