શોધખોળ કરો
કોંગ્રેસના PM મોદી પર પ્રહાર- "જ્યારે દેશ રડી રહ્યો હતો, ત્યારે પીએમ ફોટોશૂટમાં વ્યસ્ત હતા"

નવી દિલ્હીઃ પુલવામાં હુમલાને લઈને કોંગ્રેસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ દાવો કર્યો કે જે સમયે દેશ પુલવામાં શહિદ થયેલ જવાનોની શહાદત પર ગમમાં ડૂબ્યો હતો, તે સમયે પ્રધાનમંત્રી પોતાના પ્રચારના ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતા. કોંગ્રેસ તરફથી આરોપ લગાવવામાં આવ્યો કે, દેશ શહિદોને શબના ટુકડા વીણી રહ્યો હતો ત્યારે પ્રધાનમંત્રી મોદી નૌકા વિહાર કરી રહ્યા હતા. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, સંકટના આ સમયે કોંગ્રેસ અને દેશ સેના અને શહિદોની સાથે ઉભા છે.
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, "જયારે દેશ પુલવામાં હુમલાના શહિદદોના મૃત્યુ ઉપર આંસુ સારી રહ્યો હતો ત્યારે વડાપ્રધાન મોદી સાંજ સુધી જિમ કોર્બેટ પાર્કમાં ફોટોશૂટમાં વ્યસ્ત હતા. સમગ્ર વિશ્વમાં ક્યાંય આવા વડાપ્રધાન છે? મારી પાસે તેમના આ આચરણ માટેના કોઈ શબ્દો રહ્યા નથી"
તેમણે કહ્યું, કે જે સમયે દેશ શહિદોના શરીરના ક્ષત-વિક્ષત દેહના ટુકડાને ભેગા કરી રહ્યો હતો ત્યારે પીએમ મોદી ખુદના નામના નારાઓ લગાવડાવી રહ્યા હતા અને અમિત શાહ રેલીમાં કોંગ્રેસ ઉપર હુમલો કરવામાં વ્યસ્ત હતા. સુરજેવાલાએ કહ્યું કે હુમલા બાદ મોદી અને શાહે 'રાષ્ટ્રીય શોક'ની પણ જાહેરાત ન કરી, કારણ તેમની રેલીઓ અને રાજનૈતિક કાર્યક્રમો અટકી ન જાય!
કોંગ્રેસે પીએમ મોદીના દક્ષિણ કોરિયાના પ્રવાસ ઉપર પણ સવાલો ઉઠાવ્યા। આ સાથે સુરજેવાલાએ એમ પણ કહ્યું કે પીએમ મોદી શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના પરિવારજનોને પણ રાહ જોવડાવતાં રહ્યા.
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, "જયારે દેશ પુલવામાં હુમલાના શહિદદોના મૃત્યુ ઉપર આંસુ સારી રહ્યો હતો ત્યારે વડાપ્રધાન મોદી સાંજ સુધી જિમ કોર્બેટ પાર્કમાં ફોટોશૂટમાં વ્યસ્ત હતા. સમગ્ર વિશ્વમાં ક્યાંય આવા વડાપ્રધાન છે? મારી પાસે તેમના આ આચરણ માટેના કોઈ શબ્દો રહ્યા નથી"
તેમણે કહ્યું, કે જે સમયે દેશ શહિદોના શરીરના ક્ષત-વિક્ષત દેહના ટુકડાને ભેગા કરી રહ્યો હતો ત્યારે પીએમ મોદી ખુદના નામના નારાઓ લગાવડાવી રહ્યા હતા અને અમિત શાહ રેલીમાં કોંગ્રેસ ઉપર હુમલો કરવામાં વ્યસ્ત હતા. સુરજેવાલાએ કહ્યું કે હુમલા બાદ મોદી અને શાહે 'રાષ્ટ્રીય શોક'ની પણ જાહેરાત ન કરી, કારણ તેમની રેલીઓ અને રાજનૈતિક કાર્યક્રમો અટકી ન જાય!
કોંગ્રેસે પીએમ મોદીના દક્ષિણ કોરિયાના પ્રવાસ ઉપર પણ સવાલો ઉઠાવ્યા। આ સાથે સુરજેવાલાએ એમ પણ કહ્યું કે પીએમ મોદી શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના પરિવારજનોને પણ રાહ જોવડાવતાં રહ્યા. વધુ વાંચો