શોધખોળ કરો

Congress : સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના વિમાનનું ભોપાલમાં ઈમરજન્સી લેંડિંગ

રાહુલ ગાંધીના અંગત સ્ટાફે ભોપાલમાં વિમાનના ઈમરજન્સી લેન્ડિંગની પુષ્ટિ કરી છે.

Emergency Landing of Flight : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની ફ્લાઈટનું ભોપાલના રાજા ભોજ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ખરાબ હવામાનના કારણે ફ્લાઈટને ભોપાલમાં લેન્ડ કરવી પડી હતી. બંને નેતાઓ વિપક્ષી દળોની બેઠકમાં હાજરી આપીને ચાર્ટર્ડ પ્લેન દ્વારા બેંગલુરુથી દિલ્હી પરત ફરી રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બંને રાત્રે 9.30 વાગ્યે ઈન્ડિગોની ફ્લાઈટથી દિલ્હી માટે રવાના થઈ શકે છે.

રાહુલ ગાંધીના અંગત સ્ટાફે ભોપાલમાં વિમાનના ઈમરજન્સી લેન્ડિંગની પુષ્ટિ કરી છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ અને સંગઠન પ્રભારી રાજીવ સિંહે જણાવ્યું હતું કે, ધારાસભ્ય આરિફ મસૂદ, પીસી શર્મા એરપોર્ટ પર પહોંચી ગયા છે. રાહુલ-સોનિયા ભોપાલ એરપોર્ટના વીઆઈપી લોન્જની અંદર છે.

વિરોધ પક્ષોની બેઠકમાં ભાગ લીધો હતો

બંને નેતાઓ સોમવારે શરૂ થયેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં ભાગ લેવા બેંગલુરુ ગયા હતા. આ બેઠક મંગળવારે પૂરી થઈ છે. આ બેઠકમાં 26 વિપક્ષી દળોએ આગામી લોકસભા ચૂંટણી માટે ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ (ઈન્ડિયા) નામના નવા ગઠબંધનની જાહેરાત કરી છે.

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું

આ દરમિયાન વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ કહ્યું હતું કે, આ ઈન્ડિયા 2024માં બીજેપીના નેતૃત્વવાળી એનડીએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હરાવશે. આ બેઠક બાદ યોજાયેલી જોઈન્ટ પીસીમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગઠબંધનના આ નામનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, હવે લડાઈ ઈન્ડિયા અને પીએમ મોદી વચ્ચે છે અને કોણ જીતશે તે કહેવાની જરૂર નથી.

આગામી બેઠક મુંબઈમાં યોજાશે

તેમણે કહ્યું હતું કે, જ્યારે પણ કોઈ ઈન્ડિયા સામે ઊભું થાય છે, ત્યારે તમે જાણો છો કે કોણ જીતે છે. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે, વિરોધ પક્ષોની આગામી બેઠક મુંબઈમાં યોજાશે. તેમણે કહ્યું હતું કે, અમે નક્કી કર્યું છે કે, અમે એક એક્શન પ્લાન તૈયાર કરીશું. જ્યાં અમને અમારી વિચારધારા વિશે જણાવવામાં આવશે અને અમે દેશ માટે શું કરવાના છીએ.

બીજી તરફ વિપક્ષના નેતાના સવાલ પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, આ ગઠબંધનના સંયોજક અને સંકલન સમિતિના સભ્યો મુંબઈમાં યોજાનારી આગામી બેઠકમાં નક્કી કરવામાં આવશે.

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?

વિડિઓઝ

Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ
Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
Embed widget