શોધખોળ કરો
નવી નોટ પર RBI ના ગવર્નરની સહી પર કૉંગ્રેસે ઉઠાવ્યા સવાલ, શું કહ્યું જાણો!

ઇંદૌરઃ કૉંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને પાર્ટીના મધ્યપ્રદેશના પ્રભારી મોહન પ્રકાશે PM મોદીના એ નિવેદન પર સવાલ ઉઠાવ્યા છે. જેમા તેમણે કહ્યું હતું કે, નવી નોટનું 6 મહિના પહેલા છાપ કામ શરૂ થઇ ગયું હતું. તેમણે કહ્યું કે, જો આ વાત સાચી હોય તો નોટ પર રિજર્વ બેંક ઑફ ઇંડિયાના ગવર્નર તરીકે ઉર્જિત પટેલના હસ્તાક્ષર કેવી રીતે હોય શકે, જ્યારે તેમણે પોતાની જવાબદારી સપ્ટેમ્બરમાં જ સંભાળી છે. મધ્યપ્રદેશના નેપા નગર વિધાનસભા મત વિસ્તારની ઉપ ચુંટણીના પ્રચાર માટે ઇંદૌર આવેલા મોહન પ્રકાશે સોમવારે પત્રકારો સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, 500 અને 1000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ મુકવાની પ્રક્રિયા 6 મહિના પહેલાથી ચાલતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતું નોટો પર RBI ના ગવર્નરના ઉર્જિત પટેલના હસ્તાક્ષર કેવી રીતે હોય શકે. જ્યારે પટેલે નવમાં મહિનામાં એટલે કે સપ્ટેમ્બરમાં જવાબદારી સંભાળી છે. મોહન પ્રકાશે પ્રધાનમંત્રી મોદી સાથે વિદેશ યાત્રા કરનાર ઉદ્યોગપતિઓ પર પણ સવાલ ઉઠાવ્યા છે. અને કહ્યું છે કે, કાળા નાણાંના જો દોષી છે તે પ્રધાનમંત્રી સાથે વિદેશમાં ફરી રહ્યા છે. દેશમાં મજુરી કરતા, ગરીબ આદમી ઘણા દિવસોથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમની પાસેથ ખાવવાના પૈસા પણ નથી.
વધુ વાંચો























