શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુરુદાસ કામતનું નિધન, ગુજરાતના રહી ચુક્યા હતા પ્રભારી
નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા અને પૂર્વ લોકસભા સાંસદ ગુરુદાસ કામતનું દિલ્હીની ચાણક્યપુરી હોસ્પિટલમાં 63 વર્ષની વયે નિધાન થયું હતું. ગુરુદાસ કામત ગુજરાત કોંગ્રેસના પ્રભારી પણ રહી ચુક્યા છે. છેલ્લા ઘણા સમયથી તેઓ બીમાર હતા.
નોર્થ વેસ્ટ મુંબઈથી તેઓ 1984, 1991, 1998, 2004 અને 2009માં સાંસદ તરીકે વિજેતા થયા હતા. 2013માં કામતની કોંગ્રેસના જનરલ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને તેમને રાજસ્થાન, ગુજરાત જેવા મોટા રાજ્યોના પ્રભારી નિમવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસની વર્કિંગ કમિટીમાં સભ્ય તરીકે વરણી કરવામાં આવી હતી.
2014માં કામત લોકસભા ચૂંટણી હાર્યા હતા. કામત મનમોહન સિંહની સરકારમાં મંત્રી પણ રહી ચુક્યા છે. 2017માં તેણે તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. જોકે તેમના રાજીનામા બાદ પણ પાર્ટી તેમને મહાસચિવ તરીકે માનતી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion