શોધખોળ કરો

સરકારના લોકડાઉન વધારવાના નિર્ણય પર ચિદમ્બરમે કહ્યું, ધન છે, ભોજન છે પણ સરકાર નહીં આપે...

દેશમાં જીવલેણ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીની સંખ્યામાં દરરોજ વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં આ મહામારીથી સંક્રમિત લોકોની સંખ્યા 10,363 પર પહોંચી છે.

નવી દિલ્હીઃ દેશભરમાં લાગુ કરવામાં આવેલા 21 દિવસના લોકડાઉનના અંતિમ દિવસે આજે વડાપ્રધાન મોદીએ  સવારે 10 વાગ્યે દેશને સંબોધન કર્યુ હતું.  આજના સંબોધનમાં વડાપ્રધાને દેશમાં 3 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, આપણે હવે પહેલાં કરતાં પણ વધારે સતર્કતા રાખવાની છે. જે જિલ્લામાં કોરોના વાયરસના કેસ ઘટશે અથવા સંપૂર્ણ બંધ થશે. ત્યાં 20 એપ્રિલથી અમુક શરતો સાથે છૂટ આપવામાં આવશે. પરંતુ જો ત્યાં ફરી કોઈ કોરોનાનો કેસ સામે આવશે તો ત્યાંથી શરતો દ્વારા આપવામાં આવેલી છૂટ પણ પરત લેવામાં આવશે. લોકડાઉન વધારવાની પ્રધાનમંત્રીની જાહેરાત પર કોંગ્રેસના દિગ્ગજ નેતા પી ચિદમ્બરમે પ્રતિક્રિયા આપી છે. ચિદમ્બરમે ટ્વિટ કરીને લખ્યું, "ગરીબોને 21 +19 = 40 દિવસ માટે આપમેળે પ્રબંધ કરવા છોડી દીધા. ધન છે, ભોજન છે પરંતુ સરકાર આપશે નહીં. રડો, મારા પ્યારા દેશવાસીઓ." અન્ય એક ટ્વિટમાં ચિદમ્બરમે કહ્યું, મુખ્યમંત્રીઓની ભંડોળની માંગ પર કોઈ પ્રતિક્રિયા આવી નથી. 25 માર્ચે કંઝૂસીભર્યા પેકેજમાં એક પણ રૂપિયો નથી ઉમેરવામાં આવ્યો. રઘુરામ રાજનથી જીન ડ્રીઝ, પ્રભાત પટનાયકથી અભિજીત બેનર્જી સુધીની સલાહો પર ધ્યાન આપવામાં આવ્યું નથી. જોકે, ચિદમ્બરમે લોકડાઉનને આગળ વધારવાના કેન્દ્ર સરકારના નિર્ણયનું સમર્થન કર્યુ હતું. દેશમાં જીવલેણ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીની સંખ્યામાં દરરોજ વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં આ મહામારીથી સંક્રમિત લોકોની સંખ્યા 10,363 પર પહોંચી છે. જ્યારે 339 લોકોના મોત થયા છે અને 1036 લોકો સાજા થઈ ગયા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત

HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Asaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલKutch Operation Indira : બોરવેલમાં ફસાયેલી યુવતી ગમે ત્યારે આવશે બહારKutch Operation Indira : 60 ફૂટ સુધી આવી ગયેલી યુવતી બકલ છૂટી જતા ફરી અંદર સરકી ગઈ!Tibet Earthquake 2025 : તિબેટમાં 7.1ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ, 53 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
WHO કેવી રીતે રાખે છે તમામ દેશો પર નજર, જાણો વાયરસ ફેલાવવા પર કેવી રીતે કરે છે કામ?

HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ

BSNLના આ ગ્રાહકો મફતમાં જોઇ શકશે લાઇવ ટીવી અને OTT પ્લેટફોર્મ્સ

ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી

Embed widget