શોધખોળ કરો
મોબાઈલ કંપનીઓ તમામ કોલ ફ્રી કરી દે કે જેથી લોકો સગાં સાથે વાત કરી શકે, કોંગ્રેસનાં ક્યાં નેતાએ કરી આ માગણી ?
સમગ્ર દુનિયામાં કોરોના વાયરસના કાળા કહેરથી લોકો હચમચી ઉઠ્યાં છે ત્યારે ભારતમાં કોરોનાનો કહેર જોવા મળ્યો છે. જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે.
![મોબાઈલ કંપનીઓ તમામ કોલ ફ્રી કરી દે કે જેથી લોકો સગાં સાથે વાત કરી શકે, કોંગ્રેસનાં ક્યાં નેતાએ કરી આ માગણી ? Congress Leader Priyanka Gandhi write the letter to Mobile Company મોબાઈલ કંપનીઓ તમામ કોલ ફ્રી કરી દે કે જેથી લોકો સગાં સાથે વાત કરી શકે, કોંગ્રેસનાં ક્યાં નેતાએ કરી આ માગણી ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/30162738/Congress.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: સમગ્ર દુનિયામાં કોરોના વાયરસના કાળા કહેરથી લોકો હચમચી ઉઠ્યાં છે ત્યારે ભારતમાં કોરોનાનો કહેર જોવા મળ્યો છે. જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. લોકો ઘરમાં રહે તે માટે કોંગ્રેસા નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ મુકેશ અંબામી, કુમાર મંગલમ બિરલા, પી.કે.પૂરવાર અને સુનિલ ભારતી મિત્તલને એક પત્ર લખ્યો છે જેમાં તેમણે કહ્યું હતું કે, હું તમને વિનંતી કરું છું કે, આગામી એક મહિના માટે ઈનકમિંગ અને આઉટગોઈંગ ફ્રી કરો. જેથી લોકોને તેમના પરિવાર સાથે વાત કરવામાં સરળતા મળી રહે.
વોડાફોન-આઈડિયાને લખેલા પત્રમાં તેમણે કહ્યું હતું કે, પ્રિય શ્રી બિરલાજી, હું આ પત્ર સમગ્ર દેશમાં સ્થળાંતર કરનારા લાખો મજૂરોના સંદર્ભમાં માનવતાવાદી ધોરણે તમને આ પત્ર લખ્યો છે, જે ભૂખ, તરસ અને રોગોથી સંઘર્ષ કરી રહેલા પરિવારો અને ઘરો સુધી પહોંચે છે. આવી સ્થિતિમાં આપણા દેશવાસીઓને મદદ કરવીએ આપણી રાષ્ટ્રીય જવાબદારી છે. જેથી તમારી કંપનીનો એક રસ્તો છે. વોડાફોન-આઈડિયા લિમિટેડ વર્તમાન સ્થિતિમાં સારો તફાવત લાવી શકે છે.
પ્રિયંક ગાંધીએ વધુમાં કહ્યું હતું કે, ઘણાં લોકો કે જેઓ તેમના ઘરે જઈ રહ્યા છે તેઓએ મોબાઈલ રિચાર્જ પૂરું કર્યું છે. આનો અર્થ એ છે કે તેઓ તેમના પરિવારને કોલ્સ કરી શકતા નથી અથવા તેઓ તેમના કોલ્સ રીસિવ કરી શકતા નથી.
તેમણે વધુમાં કહ્યું હતું કે, હું તમને વિનંતી કરું છું કે, આગામી એક મહિના માટે તમારી મોબાઈલ સેવામાં ઈનકમિંગ અને આઉટગોઈંગ કોલ્સ નિ:શુલ્ક કરો, જેથી સંભવત તેમના જીવનની સૌથી મુશ્કેલ મુસાફરી પર આવેલા પુરુષો, મહિલાઓ અને બાળકો તેમના પરિવારજનો સાથે વાત કરવામાં થોડીક સરળતા મળે.
Today, millions of migrant workers across our nation are trying to find their way home to their families, battling hunger, thirst and disease. Many have run out of money on their phone recharges. This means they are unable to call their families or reach out for help#FreeCalling pic.twitter.com/nIsusufZM5
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) March 29, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
બોલિવૂડ
આરોગ્ય
મનોરંજન
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)