(Source: ECI/ABP News/ABP Majha)
Congress Manifesto for Punjab: પંજાબ માટે કૉંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો, સરકાર બનવા પર 1 લાખ સરકારી નોકરીનો વાયદો, જાણો બીજુ શું કહ્યું
કોંગ્રેસે શુક્રવારે પંજાબ માટે તેનો 13 મુદ્દાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે પંજાબની જનતાને ઘણા મોટા વચનો આપ્યા છે.
Congress Manifesto For Punjab: કોંગ્રેસે શુક્રવારે પંજાબ માટે તેનો 13 મુદ્દાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે પંજાબની જનતાને ઘણા મોટા વચનો આપ્યા છે. ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે સરકાર બનતાની સાથે જ એક લાખ લોકોને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત પાર્ટીએ મફત સિલિન્ડર, મફત શિક્ષણ અને મફત આરોગ્ય સેવાઓ આપવાનું પણ વચન આપ્યું છે. ચંદીગઢમાં મેનિફેસ્ટોના વિમોચન દરમિયાન મંચ પર સીએમ ચરણજીત સિંહ ચન્ની, પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ, પ્રભારી હરીશ ચૌધરી અને પવન ખેડા હાજર હતા.
પ્રથમ હસ્તાક્ષરથી એક લાખ નોકરીનું વચન
મેનિફેસ્ટો બહાર પાડતા સીએમ ચન્નીએ કહ્યું કે હું પહેલી સહીથી એક લાખ નોકરી આપીશ. કોંગ્રેસે પાંચ વર્ષમાં પાંચ લાખ સરકારી નોકરીનું વચન આપ્યું છે. સીએમ ચન્નીએ આ પ્રસંગે એમ પણ કહ્યું હતું કે તેઓ દરેક કર્મચારીની ખાતરી કરશે. સરહદ પારથી ડ્રોન અને ડ્રગ્સના સવાલ પર ચન્નીએ કહ્યું કે, આ બધું પંજાબને ચૂંટણીમાં ડરાવવા માટે કરવામાં આવી રહ્યું છે.
નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે આ 13 મુદ્દાનો એજન્ડા છે, જે બાબા નાનકથી પ્રભાવિત છે. તેમણે કહ્યું કે અમારું અભિયાન સકારાત્મક અભિયાન છે. અમે લોકોને કહી રહ્યા છીએ કે અમે પંજાબ માટે શું કરવા જઈ રહ્યા છીએ. ઝાડનું ફળ બહાર આવ્યું છે અને અમે લોકોને તે ફળ ખવડાવવા માંગીએ છીએ.
કોંગ્રેસે કયા કયા વચનો આપ્યા?
કેબલનો એકાધિકાર તોડવાથી કેબલનો દર 400 થી 200 પર લાવશે.
મહિને 1100 રૂપિયા અને મહિલાઓને વર્ષમાં આઠ સિલિન્ડર મફત.
સરકાર બનતાની સાથે જ એક લાખ લોકોને સરકારી નોકરી મળશે. પાંચ વર્ષમાં પાંચ લાખ લોકોને નોકરી.
વૃદ્ધોનું પેન્શન વધારીને 3100 કરવામાં આવશે
દરેક કાચા ઘરને પાકા બનાવાશે.
સરકારી શાળાઓમાં મફત શિક્ષણ આપશે અને સરકારી શાળાઓને ખાનગી કરતાં વધુ સારી બનાવશે.
મફત આરોગ્ય સેવા આપશે.
તેલીબિયાં, મકાઈ અને કઠોળનો સંપૂર્ણ પાક સરકાર ખરીદશે.
12મું પાસ થનારી યુવતીઓને 20 હજાર અને કોમ્પ્યુટર આપવામાં આવશે.
મનરેગા હેઠળ 150 દિવસનું વેતન આપવામાં આવશે અને દૈનિક વેતન 350 થી ઓછું નહીં હોય.
2 લાખથી 12 લાખ સુધીના સ્ટાર્ટ અપને વ્યાજમુક્ત લોન આપશે.
ઘરેલું અને નાના પાયાના ઉદ્યોગો માટે 2 થી 12 લાખની વ્યાજમુક્ત લોન
ઈન્સ્પેક્ટર રાજનો અંત આવશે
સરકાર તમારા દ્વારે
સરકારી દસ્તાવેજોની ડોર સ્ટેપ ડિલિવરીઃ ચન્ની સરકાર તમારા ઘરે
મેનિફેસ્ટો બહાર પાડતા મુખ્યમંત્રી ચન્નીએ કહ્યું કે, પંજાબના લોકો કૃષ્ણ બનીને આશીર્વાદ આપશે, હું સુદામા બનીને સેવા કરીશ. આ દરમિયાન તેમણે કહ્યું કે સિદ્ધુનું પંજાબ મોડલ લાગુ કરવામાં આવશે. CMએ કહ્યું કે બધાને મફત શિક્ષણ મળે તે મારી પ્રાથમિકતા રહેશે, અનુસૂચિત જાતિ અને પછાત વર્ગની સાથે સવર્ણ જાતિના ગરીબો માટે શિષ્યવૃત્તિ શરૂ કરવામાં આવશે. CMએ કહ્યું કે 6 મહિનામાં પંજાબમાં એક પણ કાચુ ઘર નહીં હોય.