શોધખોળ કરો
Advertisement
બે ઓક્ટોબરે દેશભરમાં કોગ્રેસ કરશે પદયાત્રા, સોનિયા ગાંધી કાર્યકર્તાઓને અપાવશે શપથ
સોનિયા ગાંધી આ ત્રણ કિલોમીટરના અંતરની પદયાત્રામાં સામેલ થશે નહીં પરંતુ સીધા 11 વાગ્યે રાજઘાટ પહોંચશે.
નવી દિલ્હીઃ આગામી બે ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિના અવસર પર દેશભરમા આયોજીત થનારી પદયાત્રા કાર્યક્રમમાં કોગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી હાજરી આપશે. સોનિયા ગાંધી દિલ્હીમા આ કાર્યક્રમમાં સામેલ થશે. આ પદયાત્રા પાર્ટીની દિલ્હી ઓફિસથી સવારે નવ વાગ્યે શરૂ થશે. ત્યારબાદ 7000 લોકોની આ માનવ સાંકળ 11 વાગ્યે સવારે રાજઘાટ પહોંચશે. સોનિયા ગાંધી આ ત્રણ કિલોમીટરના અંતરની પદયાત્રામાં સામેલ થશે નહીં પરંતુ સીધા 11 વાગ્યે રાજઘાટ પહોંચશે.
આ કાર્યક્રમમાં સોનિયા ગાંધી રાજઘાટ પર પાર્ટીના કાર્યકર્તાઓને શપથ અપાવશે. શપથમાં ગાંધી આદર્શો પર ચાલવા અને સાંપ્રદાયિકતાથી લડવાની વાત હશે.સોનિયા ગાંધીએ આ અગાઉ પોતાના રાજ્યોના અધ્યક્ષ અને પાર્ટીના અધિકારીઓને 2 ઓક્ટોબરના દિવસે ફરજિયાત એક કલાકની પદયાત્રા કરવા કહ્યું છે. વાસ્તવમાં મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ પર કોગ્રેસ મોટું આયોજન કરવાની તૈયારીમાં છે. સોનિયા ગાંધીના નિર્દેશ પર જિલ્લાને લઇને પીસીસી સ્તર પર અનેક આયોજન થશે.
કોગ્રેસના મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાતનું સ્વાગત કરતા કોગ્રેસે શનિવારે દાવો કર્યો હતો આ બંન્ને રાજ્યોની જનતા ભાજપને સત્તાથી બહાર કરવાની તૈયારીમાં છે. પાર્ટીના પ્રવક્તા પવન ખેડાએ કહ્યું કે, આ ચૂંટણીમાં કોગ્રેસ ખેડૂતોની પરેશાની, બેરોજગારી, આર્થિક મંદી અને જનતા સાથે જોડાયેલા મુદ્દા ઉઠાવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement