Congress President Election: કૉંગ્રેસ અધ્યક્ષ પદ માટે ખડગે અને થરુર વચ્ચે થશે મુકાબલો, કેએન ત્રિપાઠીનું નામાંકન રદ
કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) અને શશિ થરૂર (Shashi Tharoor) વચ્ચે મુકાબલો થશે.
Congress President Election News: કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) અને શશિ થરૂર (Shashi Tharoor) વચ્ચે મુકાબલો થશે. કોંગ્રેસના પ્રમુખની ચૂંટણી(Congress President Election)માં આ બે જ ઉમેદવારો હશે. કેએન ત્રિપાઠીનું (KN Tripathi)નામાંકન રદ કરવામાં આવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે મતદાન થશે અને 19 ઓક્ટોબરે મતગણતરી બાદ તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે.
કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના અધ્યક્ષ મધુસુદન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે પ્રમુખ પદ માટે કોંગ્રેસના બે ઉમેદવારો ચૂંટણીમાં ઉભા રહેશે. 8 ઓક્ટોબર સુધી નામાંકન પરત ખેંચી શકાશે. આજે માત્ર બે ઉમેદવારો સામસામે છે, બાકીનું ચિત્ર 8મી પછી સ્પષ્ટ થશે. જો કોઈ નામ પાછું નહીં ખેંચે તો ચૂંટણીની પ્રક્રિયા શરૂ થશે.
4 ઉમેદવારી પત્રો નામંજૂર
મધુસુદન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે શુક્રવારે કુલ 20 ફોર્મ જમા થયા હતા. તેમાંથી સ્ક્રુટીની કમિટીએ સહીઓની સમસ્યાના કારણે 4 ફોર્મ નામંજૂર કર્યા હતા. KN ત્રિપાઠીનું ફોર્મ નકારી કાઢવામાં આવ્યું હતું કારણ કે તે નિર્ધારિત માપદંડોને પૂર્ણ કરતું ન હતું, તેમાં સહીનો મુદ્દો હતો. મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર કોંગ્રેસ અધ્યક્ષ પદના બે વર્તમાન દાવેદાર છે.
દિગ્વિજય સિંહ અધ્યક્ષ પદની રેસમાંથી હટી ગયા છે
મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂરે શુક્રવારે (30 સપ્ટેમ્બર) તેમના ઉમેદવારી પત્રો ભર્યા હતા. નામાંકન ભર્યા બાદ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપી દીધું હતું. આપને જણાવી દઈએ કે આ પહેલા રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહના નામ પણ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે ચાલી રહ્યા હતા. રાજસ્થાન કોંગ્રેસમાં બળવા બાદ અશોક ગેહલોતે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. બીજી તરફ, દિગ્વિજય સિંહ શુક્રવારે નામાંકન જાહેર કર્યા બાદ પ્રમુખ પદની રેસમાંથી ખસી ગયા હતા.
નવા પ્રમુખ 19 ઓક્ટોબરે મળશે
ગાંધી પરિવારે ગેહલોતને બદલે કોઈ વફાદાર નેતાને પ્રમુખ બનાવવા હતા. જોકે, પ્રમુખ પદ માટે હવે મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે સ્પર્ધા છે. જો આ બંનેમાંથી કોઈ પણ પોતાનું નામ પાછું ન ખેંચે તો 17 ઓક્ટોબરે મતદાન થશે અને કોંગ્રેસને 19 ઓક્ટોબરે નવા પ્રમુખ મળશે.