(Source: ECI/ABP News/ABP Majha)
Watch: 'બકરી ઇદમાં બચીશું તો મોહર્રમમાં નાચીશું', 2024માં વડાપ્રધાનના ચહેરા અંગે પૂછાયેલા સવાલ પર મલ્લિકાર્જુન ખડગેએ આપ્યું નિવેદન
કોંગ્રેસના અધ્યક્ષ પદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે હાલમાં તેમના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે
Mallikarjun Kharge On PM Face: કોંગ્રેસના અધ્યક્ષ પદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે હાલમાં તેમના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. તેમણે અત્યાર સુધીમાં ઘણા રાજ્યોની મુલાકાત લીધી છે અને પોતાના માટે મત માંગ્યા હતા. તેઓ 12 ઓક્ટોબર 2022, બુધવારે મધ્યપ્રદેશ પહોંચ્યા અને ભોપાલમાં પાર્ટીના કાર્યકરો અને નેતાઓ સાથે બેઠક કરીને મત માંગ્યા હતા.
#WATCH हमारे यहां एक कहावत है कि बकरीद में बचेंगे तो मोहर्रम में नाचेंगे। पहले मेरा चुनाव तो खत्म होने दो..मुझे अध्यक्ष तो बनने दो उसके बाद देखेंगे: कांग्रेस से पीएम फेस के सवाल पर कांग्रेस अध्यक्ष पद के उम्मीदवार मल्लिकार्जुन खड़गे, भोपाल, मध्य प्रदेश pic.twitter.com/7bPRJFxwvk
— ANI_HindiNews (@AHindinews) October 12, 2022
જ્યારે તેઓ ભોપાલમાં પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે મલ્લિકાર્જુન ખડગેને સવાલ પૂછવામાં આવ્યો હતો કે આ વખતે કોંગ્રેસ તરફથી વડાપ્રધાન પદનો ચહેરો કોણ હશે. જેના જવાબમાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે અમારે ત્યાં એક કહેવત છે કે જો આપણે બકરી ઇદમાં બચી જઈશું, તો મહોર્રમમાં નાચીશું. પહેલા મારી ચૂંટણી પૂરી થવા દો. મને અધ્યક્ષ બનવા દો, પછી જોઈશું.
કેમ લડી રહ્યા છે અધ્યક્ષ પદની ચૂંટણી?
કોંગ્રેસના અધ્યક્ષપદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે કહ્યું હતું કે તેમણે કોંગ્રેસને મજબૂત કરવા અને તેની વિચારધારાને બચાવવા માટે આ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. ખડગે મંગળવારે લખનઉ પહોંચ્યા અને ચૂંટણીમાં મત આપનારા ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિઓને મળ્યા હતા. બાદમાં તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ગાંધી પરિવારે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યા પછી તેમણે તેમના શુભચિંતકોની સલાહ લીધા પછી આ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો. તેમણે કહ્યું કે, મેં કોંગ્રેસની તાકાત અને વિચારધારાને બચાવવા માટે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.
ખડગેએ કહ્યું, "હું દેશભરમાં મારી પાર્ટીના 9,000 થી વધુ પદાધિકારીઓ અને શુભેચ્છકોને મળી રહ્યો છું અને મારા માટે સમર્થન માંગું છું. મેં ઉદયપુર ચિંતન શિબિરની ઘોષણાઓનો સમાવેશ કરીને મારો ઢંઢેરો તૈયાર કર્યો છે. સંસ્થામાં 50 ટકા પોસ્ટ 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને આપવામાં આવશે અને અન્ય જે પણ જાહેરાત હશે હું તેનો અમલ પણ કરીશ. મને ખાતરી છે કે મને દરેકનો સાથ મળશે.