Congress Protest: કોગ્રેસ રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યુ- મોંઘવારી અને બેરોજગારીના કારણે દેશમાં વધી રહી છે નફરત
કોંગ્રેસ આજે દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપ વિરુદ્ધ હલ્લા બોલ માર્ચ કરી રહી છે.
LIVE
Background
દેશમાં મોંઘવારી સામે અવાજ ઉઠાવી કોંગ્રેસ આજે દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપ વિરુદ્ધ હલ્લા બોલ માર્ચ કરી રહી છે. રામલીલા મેદાનના મંચ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ આવવા લાગ્યા છે. રાહુલ ગાંધી પણ હવેથી થોડા સમય પછી પહોંચવાના છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે, NCCના આહવાન પર રાહુલના નેતૃત્વમાં દેશભરમાંથી લોકો મોંઘવારી અને બેરોજગારી સામે વિરોધ કરવા આવ્યા છે. દેશમાં મોંઘવારી અને બેરોજગારીથી લોકો ત્રસ્ત છે. મને લાગે છે કે ભારત સરકાર આને ધ્યાનમાં લેશે અને લોકોને મોંઘવારીમાંથી રાહત આપશે.
હું EDથી ડરતો નથી, 55 કલાક કે 5 વર્ષ સુધી પૂછપરછ કરોઃ રાહુલ
રાહુલ ગાંધીએ કહ્યું કે કેન્દ્ર સરકાર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. ED દ્વારા 55 કલાક સુધી મારી પૂછપરછ કરવામાં આવી, હું તમારી EDથી ડરતો નથી. તમે મને 55 કલાક કે 5 વર્ષ સુધી પૂછપરછ કરતા રહો, તેનાથી કોઈ ફરક પડશે નહીં.
કોંગ્રેસે 70 વર્ષમાં ક્યારેય આટલી મોંઘવારી બતાવી નથીઃ રાહુલ
રાહુલ ગાંધીએ કૃષિ કાયદા માટે કહ્યું કે આ ત્રણ કાયદા ઉદ્યોગપતિઓ માટે લાવવામાં આવ્યા છે. ખેડૂતોની શક્તિએ આ કાયદાઓ પાછા ખેંચવાની ફરજ પાડી. ભારતમાં સામાન્ય નાગરિકો મુશ્કેલીમાં છે. જીએસટીએ નાના વેપારીઓને ખત્મ કરી દીધા છે. તમે પૂછો કે કોંગ્રેસે શું કર્યું. હું કહું છું કે 70 વર્ષમાં કોંગ્રેસે ક્યારેય આટલી મોંઘવારી બતાવી નથી.
મોદી સરકારમાં માત્ર 2 ઉદ્યોગપતિઓને ફાયદો થયોઃ રાહુલ
મોદી સરકારમાં માત્ર બે ઉદ્યોગપતિઓને ફાયદો થઇ રહ્યો છે. તમારા ડર અને નફરતનો ફાયદો તેમના હાથમાં જઈ રહ્યો છે. છેલ્લા 8 વર્ષમાં અન્ય કોઈને કોઈ લાભ મળ્યો નથી. આ બે ઉદ્યોગપતિઓને પેટ્રોલિયમ, એરપોર્ટ, મોબાઈલનું સમગ્ર ક્ષેત્ર આપવામાં આવી રહ્યું છે.
ભાજપે દેશમાં નફરત અને ગુસ્સો વધાર્યોઃ રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રામલીલા મેદાનમાં જનસભાને સંબોધિત કરી રહ્યા છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે દેશની હાલત કોઈનાથી છુપી નથી. જ્યારથી ભાજપની સરકાર આવી છે, દેશમાં નફરત અને ગુસ્સો વધી રહ્યો છે.
श्री @RahulGandhi जी ने #महंगाई_पर_हल्ला_बोल_रैली में देशभर से उमड़े कांग्रेस कार्यकर्ताओं का अभिवादन स्वीकार किया।
— Congress (@INCIndia) September 4, 2022
कांग्रेस के योद्धा तैयार हैं- जनहित के मुद्दों पर संघर्ष करने के लिए, जनता की लड़ाई लड़ने के लिए। pic.twitter.com/LDb2WJouM5
ડર ધરાવતા લોકોમાં નફરત પેદા થાય છેઃ રાહુલ
જે ભયભીત છે તેનામાં નફરત ઉત્પન્ન થાય છે. ભારતમાં નફરત વધી રહી છે. ભારતમાં ડર વધી રહ્યો છે. મોંઘવારી, બેરોજગારી અને ભવિષ્યનો ભય વધી રહ્યો છે. બીજેપી અને આરએસએસના નેતાઓ દેશના ભાગલા પાડે છે અને જાણીજોઈને દેશમાં ભય પેદા કરે છે. તેઓ લોકોને ડરાવે છે અને નફરત પેદા કરે છે.