શોધખોળ કરો

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'

Dharmendra Pradhan Resignation News: કોંગ્રેસ નેતા પવન ખેડાએ આ નિર્ણયને અપૂરતો અને વિલંબથી લેવાયેલું પગલું ગણાવ્યું. ખેડાએ કહ્યું, 'ખૂબ મોડેથી લેવાયેલું અડધું-પડધું પગલું, પરંતુ આખરે આ આફતમાંથી મુક્તિ મળી.'

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NEET વિવાદને કારણે રાજીનામું આપ્યું.
  • કોંગ્રેસે રાજીનામાને વિદ્યાર્થીઓની જીત ગણાવી, સરકાર પર પ્રહાર કર્યા.
  • ખડગેએ મોદીની માફી, જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી.
  • જોકે, NEET પરીક્ષા સિસ્ટમના સવાલો હજી અનુત્તરિત છે.

Dharmendra Pradhan Resignation: શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાના સમાચાર આવતા જ કોંગ્રેસે સરકાર પર ચોતરફી પ્રહારો શરૂ કરી દીધા છે. પાર્ટીના અધિકૃત હેન્ડલ પરથી સીધા પ્રધાનમંત્રીને નિશાના પર લેવામાં આવ્યા. કોંગ્રેસે કહ્યું, " Narendra Modi is India's past. The past can never fight the future."

બીજી તરફ, કોંગ્રેસ નેતા પવન ખેડાએ આ નિર્ણયને અપૂરતો અને વિલંબથી લેવાયેલું પગલું ગણાવતા કહ્યું, "ખૂબ મોડેથી લેવાયેલું અડધું-પડધું પગલું (A day late and a dollar short), પરંતુ આખરે આ આફતમાંથી મુક્તિ મળી. નાગરિકો અને ભારતના લોકોને હાર્દિક અભિનંદન."

આ પણ વાંચો...ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'

'સત્યની જીત, મોદીના હઠની હાર': મલ્લિકાર્જુન ખડગે

શિક્ષણ મંત્રીના રાજીનામાના તુરંત બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આને યુવાનો અને સત્યની મોટી જીત ગણાવી છે. ખડગેએ 'X' (ટ્વિટર) પર કડક વલણ અપનાવતા લખ્યું, "ભારતના વિદ્યાર્થીઓનો અવાજ આખરે અહંકારી સત્તાના ઉંબરા સુધી પહોંચી ગયો. આ મોદીજીના હઠની હાર છે." તેમણે આને ભ્રષ્ટ સિસ્ટમમાં પોતાના સ્વજનોને ખોનારા પરિવારો અને સંયુક્ત વિપક્ષના સડકથી સંસદ સુધીના સંઘર્ષની જીત ગણાવી હતી.

સરકાર પાસે જવાબદેહીની માંગ કરતા ખડગેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, "હવે મોદીજીએ યુવા પેઢીની માફી માંગવી જોઈએ. સાથે જ, જે લોકોએ અસહાય વિદ્યાર્થીઓ પર લાકડીઓ અને પેલેટ ગન ચલાવડાવી છે, તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ."

'પેલેટ ગન, ટીઅર ગેસ અને લાઠીચાર્જથી બચી શકાયું હોત' - અધીર રંજન

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ સરકારની દાનત અને રાજીનામાના સમય (ટાઈમિંગ) પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું, "અંતે, ઓછામાં ઓછું હું એટલું કહી શકું કે સરકારને સદ્બુદ્ધિ આવી છે. આ કામ બહુ પહેલા કરી શકાયું હોત. જો આવું પહેલા જ કરી દેવાયું હોત, તો આવી અપ્રિય ઘટનાઓથી બચી શકાયું હોત. પેલેટ ગન, ટીઅર ગેસ, લાઠીચાર્જ, આ બધું જ ટાળી શકાયું હોત."

ચૌધરીએ આને સરકારનો દબાણમાં લેવાયેલો નિર્ણય ગણાવતા તીખો પ્રહાર કર્યો. તેમણે ઉમેર્યું, "હવે મને લાગે છે કે ગભરાટમાં આવીને સરકારે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપવા માટે મજબૂર થવું પડ્યું છે... પોતાની હતાશાના કારણે સરકારે પોતાના જ મંત્રીનું રાજીનામું લીધું છે."

'વ્યક્તિગત પ્રતિષ્ઠા' નથી - ધર્મેન્દ્ર પ્રધાન

લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય અને સડકો પર મચેલા હોબાળા વચ્ચે, શનિવારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આખરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. છેલ્લા કેટલાક દિવસોથી દેશભરમાં થઈ રહેલા ઉગ્ર પ્રદર્શનો અને વિપક્ષના તીખા પ્રહારોએ મોદી સરકારને સંપૂર્ણપણે બેકફૂટ પર ધકેલી દીધી હતી.

ધર્મેન્દ્ર પ્રધાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાનું રાજીનામું સોંપતા સ્પષ્ટ કર્યું કે આ તેમના માટે 'વ્યક્તિગત પ્રતિષ્ઠા'નો વિષય નથી. તેમણે સ્વીકાર્યું કે છેલ્લા 10 દિવસમાં જે પણ ઘટનાક્રમ સામે આવ્યો છે, તેણે તેમને વિચલિત કરી દીધા છે. જોકે, આ રાજીનામાને લઈને વિપક્ષ આક્રમક છે અને તેને સરકારની નૈતિકતા નહીં, પરંતુ તેની મજબૂરી ગણાવી રહ્યો છે.

શિક્ષણ મંત્રીનું રાજીનામું (Education Minister Resigns) ભલે થઈ ગયું હોય, પરંતુ નીટ પરીક્ષા વિવાદે (NEET Controversy) પરીક્ષા તંત્ર પર જે ગંભીર સવાલો ઊભા કર્યા છે, તેના જવાબો દેશનો યુવા વર્ગ હજુ પણ માંગી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ ભારે રાજકીય નુકસાનને કંટ્રોલ કરવા માટે સરકાર આગળનું પગલું શું ભરે છે.

Frequently Asked Questions

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શા માટે રાજીનામું આપ્યું?

NEET પરીક્ષા વિવાદ અને દેશભરમાં થયેલા ઉગ્ર પ્રદર્શનોને કારણે ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રીના પદ પરથી રાજીનામું આપ્યું. તેમણે સ્વીકાર્યું કે છેલ્લા 10 દિવસની ઘટનાઓએ તેમને વિચલિત કર્યા છે.

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસના નેતાઓએ કેવી પ્રતિક્રિયા આપી?

કોંગ્રેસે આને યુવાનો અને સત્યની જીત ગણાવી. મલ્લિકાર્જુન ખડગેએ તેને મોદીજીના હઠની હાર કહી, જ્યારે પવન ખેડાએ તેને મોડું અને અધૂરું પગલું ગણાવ્યું.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પાસે શું માંગ કરી?

ખડગેએ આને યુવાનો અને સત્યની જીત ગણાવતા મોદીજીને યુવા પેઢીની માફી માંગવા કહ્યું. તેમણે વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ કરનારાઓ સામે કાર્યવાહીની પણ માંગ કરી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80th Independence Day Live: કોઇ પણ રાષ્ટ્ર ત્યારે મહાન બને છે જ્યારે તે સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે: PM મોદી
80th Independence Day Live: કોઇ પણ રાષ્ટ્ર ત્યારે મહાન બને છે જ્યારે તે સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે: PM મોદી
Advertisement

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
Embed widget