(Source: ECI/ABP News/ABP Majha)
Congress: કોંગ્રેસના વધુ એક મોટા નેતાએ પાર્ટી છોડી, અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરવા જવાનો વિરોધ થતાં આપવું પડ્યુ રાજીનામું
રાધિકા ખેડાએ પોતાના રાજીનામા પત્રમાં લખ્યું છે કે દરેક હિન્દુ માટે ભગવાન શ્રી રામનું જન્મસ્થળ તેની પવિત્રતા સાથે ઘણું મહત્વ ધરાવે છે
Congress Resigned: લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. છત્તીસગઢ કોંગ્રેસના નેતા રાધિકા ખેડાએ રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે આજે ખૂબ જ પીડા સાથે હું પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહી છું. આ ઉપરાંત, હું મારા પદ પરથી રાજીનામું આપી રહી છું, તેણે કહ્યું કે હા, હું એક છોકરી છું અને લડી શકું છું અને હવે પણ હું તે જ કરી રહી છું. રાધિકાએ કહ્યું કે હું મારા અને મારા દેશવાસીઓ માટે ન્યાય માટે લડતી રહીશ.
રાધિકા ખેડાએ પોતાના રાજીનામા પત્રમાં લખ્યું છે કે દરેક હિન્દુ માટે ભગવાન શ્રી રામનું જન્મસ્થળ તેની પવિત્રતા સાથે ઘણું મહત્વ ધરાવે છે. દરેક હિન્દુ માત્ર રામલલાના દર્શન કરીને પોતાનું જીવન સફળ માને છે, પરંતુ કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.
રાધિકાએ લખ્યું કે જે પાર્ટીને મેં મારા જીવનના 22 વર્ષથી વધુ સમય આપ્યા. જ્યાં તેમણે NSUI અને AICCના મીડિયા વિભાગમાં સંપૂર્ણ પ્રમાણિકતા સાથે કામ કર્યું. આજે મારે ત્યાં પણ આવા જ તીવ્ર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે હું મારી જાતને અયોધ્યામાં રામલલાના દર્શન કરતા રોકી શકી નથી.
તેણે લખ્યું કે મારા ઉમદા કાર્યનો વિરોધ એ સ્તરે પહોંચી ગયો કે છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં મારી સાથે બનેલી ઘટનામાં મને ન્યાય ના મળ્યો. હું હંમેશા બીજાના ન્યાય માટે દરેક મંચ પરથી લડી છું, પરંતુ જ્યારે મારા પોતાના ન્યાયની વાત આવી ત્યારે મને પાર્ટીમાં હાર મળી.
आज अत्यंत पीड़ा के साथ पार्टी की प्राथमिक सदस्यता त्याग रही हूँ व अपने पद से इस्तीफ़ा दे रही हूँ।
— Radhika Khera (@Radhika_Khera) May 5, 2024
हाँ मैं लड़की हूँ और लड़ सकती हूँ, और वही अब मैं कर रहीं हूँ।
अपने व देशवासियों के न्याय के लिए मैं निरंतर लड़ती रहूँगी। pic.twitter.com/6hjgSDcXV0
ઉલ્લેખનીય છે કે, 30 એપ્રિલે એક ટ્વિટમાં રાધિકા ખેડાએ દાવો કર્યો હતો કે તે "પુરુષવાદી માનસિકતા"થી પીડિત લોકોને ઉજાગર કરશે, રાયપુરના રાજીવ ભવન સંકુલમાંથી રાધિકા ખેડાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં રાધિકા ખેડા પોતાના પ્રત્યે અનાદરની ફરિયાદો વ્યક્ત કરી રહી છે.
IIT અમદાવાદ સાથે જોડાયેલી રાધિકા ખેડા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકેની જવાબદારી સંભાળી રહી હતા. આ ઉપરાંત તેમની પાસે છત્તીસગઢમાં મીડિયા કોઓર્ડિનેટરની જવાબદારી પણ હતી. તેણીએ કોંગ્રેસની ટિકિટ પર દિલ્હીની જનકપુરી બેઠક પરથી છેલ્લી વિધાનસભા ચૂંટણી લડી હતી, પરંતુ તે AAP ઉમેદવાર સામે હારી ગઈ હતી.
कौशल्या माता के मायके में बेटी सुरक्षित नहीं है।
— Radhika Khera (@Radhika_Khera) April 30, 2024
पुरुषवादी मानसिकता से ग्रसित लोग आज भी बेटियों को पैरों तले कुचलना चाह रहे हैं।
करूंगी खुलासा …!!
રાધિકાએ ટ્વીટમાં કહ્યું હતું કે, માતા કૌશલ્યાના પીયરમાં- માતૃગૃહમાં દીકરીઓ સુરક્ષિત નથી, દુરાચારી માનસિકતાથી પીડિત લોકો આજે પણ દીકરીઓને પગ નીચે કચડવાનો પ્રયાસ કરી રહ્યા છે. હું ટૂંક સમયમાં તેનો પર્દાફાશ કરીશ. તેણીએ કહ્યું હતું કે તે રામલલ્લાના મોસાળમાં-માતૃગૃહમાં અપમાન અનુભવી રહી છે, તેણીએ ભૂપેશ બઘેલ પર પણ કટાક્ષ કર્યો, જેમણે તેમના કાર્યકાળ દરમિયાન સુશીલ આનંદ શુક્લાની નિમણૂક કરી હતી.