National Herald Case મામલે કૉંગ્રેસની તૈયારી, આવતીકાલે દેશભરમાં કરશે પ્રેસ કોન્ફરન્સ
કૉંગ્રેસે તમામ સાંસદોને 13 જૂનની સવારે એટલે કે ED સમક્ષ રાહુલ ગાંધીની હાજરી પહેલા પાર્ટી હેડક્વાર્ટર પહોંચવા કહ્યું છે.
National Herald Money Laundering Case: નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નોટિસના મુદ્દે કોંગ્રેસ આવતીકાલે દેશવ્યાપી પ્રેસ કોન્ફરન્સની તૈયારી કરી રહી છે. સોમવારે રાહુલ ગાંધી પૂછપરછ માટે ED સમક્ષ હાજર થવાના છે. આ દિવસે કૉંગ્રેસ દેશભરમાં પ્રદર્શન કરી શકે છે.
કૉંગ્રેસે તમામ સાંસદોને 13 જૂનની સવારે એટલે કે ED સમક્ષ રાહુલ ગાંધીની હાજરી પહેલા પાર્ટી હેડક્વાર્ટર પહોંચવા કહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સાંસદો સિવાય પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ રાહુલ ગાંધી સાથે ED ઓફિસ સુધી કૂચ કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે સોમવારે કૉંગ્રેસ દિલ્હી સિવાય દેશભરમાં રસ્તા પર ઉતરી શકે છે.
સોનિયા ગાંધી ED સમક્ષ હાજર થઈ શક્યા ન હતા
કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોનાના કારણે બુધવારે ED સમક્ષ હાજર થઈ શક્યા ન હતા. કૉંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ કહ્યું કે અમારી પાસે છુપાવવા માટે કંઈ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ED સમક્ષ હાજર થવા માટે ત્રણ સપ્તાહનો સમય માંગ્યો છે.
'મની લોન્ડરિંગના આરોપો પાયાવિહોણા છે'
અગાઉ નેશનલ હેરાલ્ડ કેસમાં મની લોન્ડરિંગના આરોપો હેઠળ પૂછપરછ માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નોટિસ મળ્યા પછી કોંગ્રેસે મોદી સરકાર પર રાજકીય બદલો લેવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે મની લોન્ડરિંગના આરોપો પાયાવિહોણા છે.
WhatsApp UPI Payment: તમે WhatsApp દ્વારા UPI પેમેન્ટ પણ કરી શકો છો, શું તમારી પાસે છે બધી જાણકારી
KUTCH : સરહદ ડેરીની પશુપાલકોને મોટી ભેટ, દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો
ગુજરાતના શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, ધોરણ-9 ના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીનો સમાવેશ