શોધખોળ કરો

Controversy : 'બુદ્ધિજીવી' કેએસ ભગવાનનો વાણીવિલાસ, શ્રી રામ અને સીતાને લઈ વિવાદાસ્પદ નિવેદન

લેખક અને તથાકથિત બુદ્ધિજીવી એવા કેએસએ દાવો કર્યો કે 'વાલ્મીકિ રામાયણ'માં કહેવાયું છે કે ભગવાન રામ દરરોજ બપોરે તેમની પત્ની સીતા સાથે બેસીને દારૂ પીતા હતા.

KS Bhagwan Controversial Statement: હિંદુ ધર્મ, તેના ધર્મગ્રંથો અને હિંદુ ધર્મના માનવામાં આવતા ભગવાન પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવાનો આજકાલ જાણે ટ્રેન્ડ ચાલી રહ્યો હોય તેમ વારંવાર તેનું અપમાન કરવામાં આવી રહ્યું છે. હવે રામચરિતમાનસ વિવાદ બાદ કર્ણાટકના લેખક અને 'બુદ્ધિજીવી' કેએસ ભગવાને રામને લઈને વધુ એક વિવાદ સર્જ્યો છે. તેમણે ભગવાન રામ અને સીતા વિશે ઘણી વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી. 

લેખક અને તથાકથિત બુદ્ધિજીવી એવા કેએસએ દાવો કર્યો કે 'વાલ્મીકિ રામાયણ'માં કહેવાયું છે કે ભગવાન રામ દરરોજ બપોરે તેમની પત્ની સીતા સાથે બેસીને દારૂ પીતા હતા. એટલું જ નહીં કેએસએ એમ પણ કહ્યું હતું કે, રામે પત્ની સીતાની પરવા કર્યા વગર જ તેમને વનમાં મોકલી દીધા હતાં.

કેએસ ભગવાને ભગવાન રામ અને સીતાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે આજે કહ્યું હતું કે, ભગવાન રામ તેમની પત્ની દરરોજ બપોરે તેમની પત્ની સીતા સાથે બેસીને દારૂ પિતા હતાં. તેમણે વગર વિચાર્યે જ પત્ની સીતાને પણ જંગલમાં ધકેલી દીધા હતાં. આ માટે તેમણે વાલ્મિકી રામાયણમાં ઉલ્લેખ હોવાનો દાવો કરી નાખ્યો હતો. આટલુ ઓછું  હોય તેમ કેએસ ભગવાને એમ પણ કહ્યું હતું કે, રામે એક ઝાડ નીચે તપસ્યા કરી રહેલા શુદ્ર શમ્બુકનું માથું કાપી નાખ્યું હતું. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે રામ કેવી રીતે આદર્શ બની શકે? રામ રાજ્ય બનાવવાની વાત છે પણ વાલ્મીકિ રામાયણનો ઉત્તરકાંડ વાંચવાથી ખબર પડે છે કે (ભગવાન) રામ આદર્શ નહોતા. તેમણે 11,000 વર્ષ નહીં પરંતુ માત્ર 11 વર્ષ શાસન કર્યું હતું તેમ પણ કેએસ ભગવાને દાવો કર્યો હતો.

નશા અંગે આપી ચૂક્યા છે વિવાદાસ્પદ નિવેદનો

ડિસેમ્બર 2018માં પણ તેમણે આવો જ વિવાદ ઊભો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, વાલ્મીકિ રામાયણ અનુસાર ભગવાન રામ 'નશા' પીતા હતા અને સીતાને પણ તેનું સેવન કરાવતા હતા. તેમણે પોતાના પુસ્તક 'રામ મંદિર યેકે બેડા'માં પણ આ ટિપ્પણી કરી હતી. ત્યારે પણ તેમના નિવેદનનો ભારે વિરોધ થયો હતો. લેખકના ઘરની બહાર પણ લોકોએ ભગવાન રામની પૂજા કરવાનો પ્રયાસ કર્યો હતો.

કેએસ ભગવાનના આ પ્રકારના નિવેદને ફરી વિવાદ સર્જ્યો છે. તેમના આ નિવેદનથી રાજકીય વિવાદ સર્જાય તેવી શક્યતા છે. 

જાણો શું હતું ચંદ્રશેખરનું નિવેદન

આ અગાઉ બિહારના શિક્ષણ મંત્રી અને લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડીના નેતા પ્રોફેસર ચંદ્રશેખરે પણ આ પ્રકારનું જ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ચંદ્રશેખરે કહ્યું હતું કે, રામચરિતમાનસ પુસ્તક સમાજમાં નફરત ફેલાવતું પુસ્તક છે. તે સમાજના પછાત, મહિલાઓ અને દલિતોને શિક્ષણ મેળવતા અટકાવે છે. આ તેમને સમાન અધિકારો આપવામાં અટકાવે છે. ચંદ્રશેખરે દાવો કર્યો હતો કે બાબાસાહેબ આંબેડકર પણ મનુસ્મૃતિની વિરુદ્ધ હતા. મનુસ્મૃતિ પછી રામચરિતમાનસે આ દ્વેષના યુગને આગળ વધાર્યો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
Embed widget