શોધખોળ કરો
મહારાષ્ટ્રનાં આ 3 મોટાં શહેરોમાં કોરોનાના કેસો વધતાં લોકડાઉન લાદવાની તૈયારી, જાણો વિગત
એક અઠવાડિયાના લોકડાઉનની જાહેરાત અમરાવતી જિલ્લામાં કરાઈ છે, જેમાં શનિવાર સાંજથી સોમવાર સવાર સુધી (10 દિવસ)નો સમય નક્કી કરાયો છે.

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે વિદર્ભના અમરાવતી, યવતમાલ અને અકોલાના જિલ્લાના મોટાભાગના વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં લોકડાઉન જેવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. આ સાથે વિદર્ભના 11 જેટલા કલેક્ટરોએ કોરોના કેસમાં વધારો થવાના કારણે લોકડાઉન જેવા નિયંત્રણ લાગુ કર્યા છે. જોકે, સંપૂર્ણ લોકડાઉન માટે કેન્દ્રનું સૂચન જરુર છે. એક અઠવાડિયાના લોકડાઉનની જાહેરાત અમરાવતી જિલ્લામાં કરાઈ છે, જેમાં શનિવાર સાંજથી સોમવાર સવાર સુધી (10 દિવસ)નો સમય નક્કી કરાયો છે. આ દરમિયાન બજારો અને અન્ય પ્રતિષ્ઠાનો બંધ રહેશે, પરંતુ જરુરી સેવાઓ કાર્યરત રહેશે. યવતમલ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા 10 દિવસ માટે સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યવતમાલ કલેક્ટર એમડી સિંહે કહ્યું કે, જિલ્લામાં કોરોના વાયરસના કેસની સંખ્યા એક ફેબ્રુઆરી બાદ વધી રહી છે આ જ કારમએ લોકડાઉન લગાવાવના આદેશ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, નવા કેસમાં લગભગ 80થી 90 ટકા કેસ યવતમાલ, પંઠરકાવડા અને પુસદ શહેરમાં સામે આવ્યા છે. કલેસ્ટરે કહ્યું કે, આ દરમિયાન, સ્કૂલ, કોલેજ, કોચિંગ ક્લાસ બંધ રહેશે અને કોઈપણ ધાર્મિક કાર્યની મંજૂરી નહીં હોય. જોકે, લગ્નમાં માત્ર 50 લોકોને સામેલ થવાની મંજૂરી હશે. નાગપુરમાં પણ પ્રશાસને કેટલાક પગલા લીધા છે. નાગપુર કોર્પોરેશનના આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો એક બિલ્ડિંગમાં પાંચ કરતા વધારે કોરોના કેસ આવશે તો તેને સીલ કરવામાં આવશે. સાથે જ જે લોકો હોમ ક્વોરેન્ટાઇન હશે તેમની હાથ પર સ્ટેમ્પ પમ લગાવવામાં આવશે. તો કોઇ અંતિમ સંસ્કારના કાર્યક્રમમાં 20 કરતા વધારે લોકોને સામેલ થવા પર પ્રતિબંધ મુકાયો છે. મુંબઈમાં પણ ફરીથી કોરોના કેસ વધી રહ્યા છે. જોકે ત્યાં હાલમાં કોઈ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી નથી પણ નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. મુંબઈમાં પાંચ કરતા વધુ કોરોના કેસ ધરાવતી બિલ્ડીંગ સીલ કરી દેવાશે. હોમ ક્વોરંટાઈનમાં રહેતા દર્દીઓના હાથ પર સ્ટેમ્પ મરાશે. મુંબઈમાં દરેક જાહેર સ્થળ પર માસ્ક ફરજિયાત કરાયા છે. લોકલ ટ્રેનમાં માસ્ક વગરના લોકો સામે પગલા લેવાશે. માસ્ક પહેર્યા વિના કોઈ સમારોહ કે મેળાવડા યોજી શકાશે નહીં. બ્રાઝિલથી પરત ફરતા લોકો માટે ઈન્સ્ટિટ્યૂશનલ ક્વોરંટાઈન ફરજિયાત કરાયું છે.
વધુ વાંચો





















