Corona Cases: કોરોનાના કેસમાં સતત વધારો, સતત ચોથા દિવસે આવ્યા 10 હજાર કેસ, 24 કલાકમાં જ 23નાં મોત
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10 હજાર 093 નવા કેસ નોંધાયા છે
India Coronavirus Case Update: કોરોનાના વધતા કેસોથી સમગ્ર દેશમાં ફરી ડરનો માહોલ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10 હજાર 093 નવા કેસ નોંધાયા છે. આ આંકડાઓ બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 57 હજાર 542 થઈ ગઈ છે.
COVID-19 | India records 10,093 new cases in 24 hours; active caseload stands at 57,542
— ANI (@ANI) April 16, 2023
(Representative Image) pic.twitter.com/n3bSNsNYDE
દેશમાં છેલ્લા 24 કલાકમાં, 6,248 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા છે, જેના કારણે ડિસ્ચાર્જની કુલ સંખ્યા વધીને 4,42,29,459 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દર્દીઓના સ્વસ્થ થવાનો દર હાલમાં 98.68 ટકા છે. દેશમાં ભૂતકાળમાં કેસોની સંખ્યા 10 હજારથી વધુ રહી છે. શનિવારે 10,753 કેસ નોંધાયા હતા જ્યારે શુક્રવારે આ આંકડો 11,109 પર પહોંચી ગયો હતો. તેના એક દિવસ પહેલા ગુરુવારે 10,158 કેસ નોંધાયા હતા.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 807 રસીના ડોઝ સાથે રાષ્ટ્રીય રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 220.66 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે., કોરોનાના કારણે 23 લોકોના મોત થયા છે, જે પછી કુલ મૃત્યુઆંક 5 લાખ 31 હજાર 114 પર પહોંચી ગયો છે. એવું પણ કહેવામાં આવ્યું કે છેલ્લા 24 કલાકમાં 1 લાખ 79 હજાર 853 લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે.
મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ
શનિવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ચેપના 660 નવા કેસ નોંધાયા છે અને કોરોનાના કારણે મૃત્યુના બે કેસ નોંધાયા છે. એક દિવસ પહેલા રાજ્યમાં કોરોનાના 1,152 નવા કેસ નોંધાયા હતા અને ચાર લોકો મૃત્યુ પામ્યા હતા. શનિવારે રાજ્યમાં કોરોનાના નવા કેસ નોંધાયા પછી કુલ કેસોની સંખ્યા વધીને 81,55,189 થઈ ગઈ છે જ્યારે મૃત્યુઆંક વધીને 1,48,477 થઈ ગયો છે. રાજ્યમાં મૃત્યુ દર 1.82 ટકા છે. મહારાષ્ટ્રમાં 539 દર્દીઓ સ્વસ્થ થયા બાદ સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા વધીને 80,00,665 થઈ ગઈ છે.
Atiq Ahmed Shot Dead : 9 રાઉન્ડ ફાયરિંગ, હાઇકોર્ટથી ત્રણ કિલોમીટર દૂર અતીક-અશરફની હત્યા, UP પોલીસ પર કેમ ઉઠી રહ્યા છે સવાલ?
માફિયા અતીક અને તેના ભાઈ અશરફ અહમદની હત્યા બાદ ઉત્તરપ્રદેશમાં પોલીસ અને કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે. અતીકે પહેલા જ હત્યાને લઈને યુપી પોલીસની ઈરાદા પર સવાલો ઉઠાવ્યા હતા. અતીકની પત્ની શાઈસ્તાએ પણ સુરક્ષાને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેના પર સુપ્રીમ કોર્ટે તેને હાઈકોર્ટમાં જવા કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણીના 18 દિવસ બાદ અલ્હાબાદ હાઈકોર્ટથી 3 કિલોમીટરના અંતરે અતીક અને તેના ભાઈની હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરોએ પોલીસ કસ્ટડીમાં અતીક અને અશરફને ગોળી મારી હતી. યુપી પોલીસ બંને ભાઈઓને એક જ હાથકડીમાં બાંધીને મેડિકલ ચેકઅપ માટે લઈ જઇ રહી હતી