Corona Crisis: સંક્રમણ વધતા મધ્યપ્રદેશે આ રાજ્યની બોર્ડર કરી સીલ, છત્તીસગઢની અવરજવર પર પણ લગાવી રોક
મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે (CM shivraj singh chouhan) આજે એક નિવેદનમાં કહ્યું કે, 'આપણા પાડોશી રાજ્યોમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં પરિસ્થિતિ બગડી રહી છે. તેથી મહારાષ્ટ્રની સરહદ સીલ કરી દેવામાં આવી છે, છત્તીસગઢથી અવર જવર પર પ્રતિબંધ રહેશે.
ભોપાલ: દેશમાં કોરોના સંક્રમણ ( Corona)વધતા ફરી પરિવહન પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યાં છે. ત્યારે મધ્યપ્રદેશ (Madhya Pradesh) સરકારે હવે મહારાષ્ટ્ર બોર્ડર (Maharashtra border) સીલ કરી દીધી છે. સાથે જ છત્તીસગઢથી (Chhattisgarh) અવરજવર પર પણ રોક લગાવી દેવામાં આવી છે. આ પહેલા કોરોનાને ગંભીર ખતરાને જોતા મધ્યપ્રદેશ સરકારે પ્રદેશના ચાર શહેરોમાં લોકડાઉન (Lockdown) લગાવવાની જાહેરાત કરી હતી.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે (CM shivraj singh chouhan) આજે એક નિવેદનમાં કહ્યું કે, 'આપણા પાડોશી રાજ્યોમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં પરિસ્થિતિ સંકટપૂર્ણ છે. તેથી મહારાષ્ટ્રની સરહદ સીલ કરી દેવામાં આવી છે, છત્તીસગઢથી અવર જવર પર પ્રતિબંધ રહેશે.
મધ્યપ્રદેશના ચાર શહેરોમાં લોકડાઉન
મધ્યપ્રદેશ (Madhyapradesh) માં 1 એપ્રિલથી 5 એપ્રિલ સુધી છીંદવાડા અને રતલામમાં રાતે 10 થી સવારે 6 વાગ્યા સુધી લોકડાઉન લાદવામાં આવ્યું છે. જ્યારે બેતુલમાં 2 એપ્રિલની રાત્રે દસ વાગ્યાથી 5 એપ્રિલની સવારે છ વાગ્યે અને ખારગોનમાં 2 એપ્રિલ ના રોજ રાત્રે આઠ વાગ્યાથી 5 એપ્રિલની સવારે છ વાગ્યે લોકડાઉન છે .
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે (CM shivraj singh chouhan) કહ્યું કે, મહારાષ્ટ્રની સરહદી જિલ્લા છિંદવાડામાં દર્દીઓની સંખ્યા વધુ હોવાને ધ્યાનમાં રાખીને, ચંક્રમણની અસરને નિયંત્રણ માટે ત્રણ દિવસ લોકડાઉન લગાડવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં રવિવારનું લોકડાઉન જે શહેરમાં અગાઉ રહ્યું છે ત્યાં યથાવત્ રહેશે. અધિકારીઓની એક ટીમ ખારગોન, બેતુલ અને રતલામ મોકલવામાં આવી છે.
મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમણના 2839 નવા કેસ
મધ્યપ્રદેશમાં શનિવારે કોરોના વાયરસ (Coronavirus) ના 2,839 નવા કેસ નોંધાયા હતા તેની રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 3,03673 થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી વધુ 15 લોકોનાં મોત નીપજ્યાં હતા. રાજ્યમાં અત્યાર સુધી 4,029 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 93,249 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 513 લોકોના મોત થયા છે. જોકે 60,048 લોકો ઠીક પણ થયા છે.
-કુલ કેસ- એક કરોડ 24 લાખ 85 હજાર 509
- કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 16 લાખ 29 હજાર 289
- કુલ એક્ટિવ કેસ - છ લાખ 71 હજાર 597
- કુલ મોત - એક લાખ 64 હજાર 1623
- કુલ રસીકરણ - 7 કરોડ 30 લાખ 54 હજાર 295 ડોઝ આપવામાં આવ્યા.