(Source: ECI/ABP News/ABP Majha)
Corona Deaths: ફરીથી ડરાવવા લાગ્યો છે આ આંકડો, અઠવાડિયામાં જ 5200 લોકોના મોત, શું બીજી લહેરની જેમ ખતરનાક થઈ રહ્યો છે વાયરસ
Coronavirus Death: સ્વાસ્થ્ય મંત્રાલયના છેલ્લા એક સપ્તાહના આંકડાઓ પર નજર કરીએ તો એવું લાગે છે કે દેશમાં કોવિડ સંક્રમણના કેસમાં ભલે ઘટાડો થયો હોય, પરંતુ આ સમયે મૃત્યુઆંકને અવગણી શકાય તેમ નથી
Covid Deaths In India: દેશમાં કોરોનાના કેસમાં વધારો થયા બાદ હવે ફરી એકવાર નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ છેલ્લા એક સપ્તાહમાં સંક્રમિત દર્દીઓના મોતના કેસમાં વધારો થયો છે. રવિવારે, દેશભરમાં કોરોનાના 2,34,281 નવા કેસ નોંધાયા છે, જ્યારે કોવિડને કારણે 893 સંક્રમિતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં સક્રિય કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને હવે તેમની સંખ્યા ઘટીને 18,84,937 થઈ ગઈ છે, જે કુલ સંક્રમિતોની સંખ્યાના 4.59 ટકા છે. તે જ સમયે, દેશમાં કોવિડનો રિકવરી રેટ 93.89 ટકા પર પહોંચી ગયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 2,09,918 લોકોને કોવિડ સંક્રમણ હોવાની પુષ્ટિ થઈ છે. જ્યારે 959 લોકોના મોત થયા છે. દેશભરના કોરોના આંકડાઓમાં દર્દીઓના મૃત્યુની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં કોવિડને કારણે 5 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોવિડને કારણે સૌથી વધુ 374 લોકોએ જીવ ગુમાવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના છેલ્લા એક સપ્તાહના આંકડાઓ પર નજર કરીએ તો એવું લાગે છે કે દેશમાં કોવિડ સંક્રમણના કેસમાં ભલે ઘટાડો થયો હોય, પરંતુ આ સમયે મૃત્યુઆંકને અવગણી શકાય તેમ નથી. 31 જાન્યુઆરીએ દેશમાં 959 લોકોના મોત થયા છે, જ્યારે 25 જાન્યુઆરીએ દેશમાં રેકોર્ડ 614 મૃત્યુની પુષ્ટિ થઈ હતી.
કયા દિવસે કેટલા મૃત્યુ થયા
- જાન્યુઆરી 31- 959
- જાન્યુઆરી 30-891
- જાન્યુઆરી 29-871
- જાન્યુઆરી 28 - 627
- જાન્યુઆરી 27-573
- 26 જાન્યુઆરી - 665
- જાન્યુઆરી 25-614
- કુલ 7 દિવસ - કુલ 5200 મૃત્યુ
જો આ 7 દિવસના દૈનિક મૃત્યુનો સરવાળો કરીએ તો કુલ આંકડો 5 હજારથી વધુ થાય છે. જે દેશના આરોગ્ય નિષ્ણાતોને ચિંતામાં મૂકે છે. કારણકે એક તરફ દેશમાં કોવિડ રિકવરી રેટ વધી રહ્યો છે. કોવિડના કેસ પણ ઘટી રહ્યા છે પરંતુ મૃત્યુઆંક ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે.