Corona : મુંબઇ બાદ હવે દિલ્હીમાં બેકાબુ થયો કોરોના, એક જ દિવસમાં 20,000થી વધુ કેસ નોંધાતા હાહાકાર, જાણો
છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સાત લોકોના મોત પણ થયા છે. દિલ્હીમાં અત્યારે કોરોના એક્ટિવ કેસોની સંખ્યા 48,178 છે. દિલ્હીમાં પૉઝિટીવિટી રેટ 19.6 ટકા છે.

Delhi News: મુંબઇ બાદ દિલ્હીમાં કોરોના બેકાબુ થયો છે. દિલ્હીમાં ફરી એકવાર કોરોનાએ ઉથલો મારતા છેલ્લા 24 કલાકમાં એક જ દિવસમાં 20,181 નવા કેસો સામે આવ્યા છે. વળી, આ દરમિયાન 11,869 ઠીક થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સાત લોકોના મોત પણ થયા છે. દિલ્હીમાં અત્યારે કોરોના એક્ટિવ કેસોની સંખ્યા 48,178 છે. દિલ્હીમાં પૉઝિટીવિટી રેટ 19.6 ટકા છે.
રાજધાની દિલ્હીમાં કોરોનાની સ્પીડ મુંબઇ બાદ બીજા નંબર પર છે. દેશમાં 2 દિવસ અગાઉ મુંબઇમાં પણ 20 હજારથી વધુ કોરોના કેસ એક દિવસમાં સામે આવ્યા હતા. રાજધાની દિલ્હીમાં કોરોનાને લઇને વીકેન્ડ કર્ફ્યૂ પણ લગાવવામાં આવ્યો છે. જોકે, કોરોનામાં ઘટાડો જોવા નથી મળી રહ્યો.
દિલ્હી સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવારે સાંજે જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર દિલ્હીમાં હાલ એક્ટિવ કેસોની સંખ્યા 48,178 છે.
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે, અત્યારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રૉન સંબંધિત કોઇ મોત નથી થયુ. સત્યેન્દ્ર જૈને કહ્યું કે ગુરુવારે કોરોના વાયરસ સંક્રમણથી મરનારાઓ મોટાભાગના રોગીઓમાં કોમર્બિડિટી (Comorbidity) હતી.
આ પણ વાંચો----
Omicron Cases India Tally: ગુજરાતને અડીને આવેલા આ મોટા રાજ્યમાં ઓમિક્રોનના કેસ એક હજારને પાર
Best Mileage Bikes: આ છે શાનદાર માઇલેજ આપતી સસ્તી Bikes, ઓછા ખર્ચમાં ચાલશે વધારે કિલોમીટર
GAIL Jobs: સરકારી નોકરી મેળવવાનો મોકો, ચીફ મેનેજર અને સીનિયર ઓફિસરની ભરતી કરી રહી છે ગેલ ઇન્ડિયા
Maharashtra માં કડક પ્રતિબંધો, મોલ અને જિમ-સ્પાને લઈ ગાઈડલાઈન જાહેર
Astrology Tips: ફટકડીના આ ઉપાયોથી દૂર થાય છે આર્થિક પરેશાની, વાસ્તુ દોષથી મળે છે છૂટકારો





















