શોધખોળ કરો

ભારતમાં ક્યારે આવશે કોરોનાની ત્રીજી લહેર? ICMRએ શું કર્યો મોટો દાવો?

 ICMRના સમીરન પંડાએ જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેર નજીકમાં જ છે અને તેની શરૂઆત ઓગસ્ટ મહિના અંતમાં થઈ શકે છે. જોકે, તેની તિવ્રતા બીજી લહેરની તુલનામાં થોડી ઓછી હશે. 

નવી દિલ્લીઃ દુનિયાના કેટલાક દેશોમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કોરોનાની ત્રીજી લહેરની પહેલા તબક્કાની શરૂઆત થઈ ગઈ હોવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવશે, તેને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(આઇસીએમઆર)એ કોરોનાની ત્રીજી લહેર ઓગસ્ટ મહિનાના અંતમાં આવે તેવા સંકેત આપ્યા છે. જોકે, કોરોનાની ત્રીજી લહેર બીજી લહેરની જેટલી ઘાતક નહીં હોય, તેમ પણ આઇસીએમઆર દ્વારા જણાવાયું છે.  ICMRના સમીરન પંડાએ જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેર નજીકમાં જ છે અને તેની શરૂઆત ઓગસ્ટ મહિના અંતમાં થઈ શકે છે. જોકે, તેની તિવ્રતા બીજી લહેરની તુલનામાં થોડી ઓછી હશે. 

તેમણે ત્રીજી લહેરનું કારણ આપતાં જણાવ્યું હતું કે, પહેલી અને બીજી લહેરમાં પ્રાપ્ત થયેલી ઇમ્યુનિટીમાં ઘટાડો થયો છે. તેમજ ઇમ્યુનિટીમાં ઘટાડો થશે, તો ત્રીજી લહેર આવી શકે છે. આ ઉપરાંત ત્રીજી લહેર માટે કોરોનાના નવા વેરિયન્ટને પણ કારણભૂત માનવામાં આવે છે. આ સિવાય રાજ્યો દ્વારા પ્રતિબંધો ઝડપથી ઉઠાવી લેવાતા સંક્રમણ વધી શકે છે, તેમ પાંડાએ ઉમેર્યું હતું. 

દુનિયાના કયા કયા દેશોમાં કોરોનાની ત્રીજી લહેરે મચાવી તબાહી? એક જ દિવસમાં કેસ થઈ ગયા ડબલ? 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કોરોનાની ત્રીજી લહેરની પહેલા તબક્કાની શરૂઆત થઈ ગઈ હોવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે કેટલાક દેશોમાં ત્રીજી લહેરે તબાવી મચાવવાની શરૂ કરી દીધી છે. ત્રીજી લહેરમાં સૌથી વધુ કેસ અમેરિકામાં સામે આવી રહ્યા છે. અહીં છેલ્લા 25 દિવસમાં નવા કેસોમા 350%નો વધારો થયો છે. બીજી તરફ વેક્સિનેશન ધીમું પડી રહ્યું છે.

ઇન્ડોનેશિયા કોરોનાના કેસમાં એશિયાનું એપી સેન્ટર બની ગયું છે, તો સ્પેનમાં સમગ્ર મહામારી દરમિયાન પ્રથમ વાર એક જ દિવસમાં 44 હજાર કેસ નોંધાયા છે. બીજી તરફ દુનિયાના પાંચમા સૌથી વધુ સંક્રમિત દેશ રશિયામાં અડધાથી વધુ જનસંખ્યા વેક્સિન લેવા તૈયાર નથી.  બ્રિટન પોતાને ત્રીજી લહેરથી બચાવવા માટે ફ્રાન્સને રેડ લિસ્ટમાં સામેલ કરવા જઇ રહ્યું છે.

વધુ વિગતો મેળવીએ તો અમેરિકાનાં 50 રાજ્યમાંથી 19 રાજ્યમાં જૂના કેસની તુલનામાં કોરોનાના ડબલ કેસ નોંધાઇ રહ્યા છે. છેલ્લા 25 દિવસમાં સંક્રમણના નવા કેસમાં 350%નો વધારો નોંધાયો છે. દક્ષિણ કેલિફોર્નિયાના લોસ એન્જલસ શહેરમાં ઘરની અંદર પણ માસ્ક પહેરવાને જરૂરી કરાયું છે. અહીં 16મી જૂને માસ્ક પહેરવાના નિયમને દૂર કરાયો હતો. અહીં રસીના બંને ડોઝ લઈ ચૂકેલા લોકોને પણ ફરજિયાત માસ્ક પહેરવું પડશે. 

ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, 33 કરોડ 60 લાખની જનસંખ્યાવાળા અમેરિકામાં 160 મિલિયન (16 કરોડ) લોકોને વેક્સિનના બંને ડોઝ અપાયા છે. એટલે કે અહીં લગભગ 48% વસતિનું વેક્સિનેશન થઈ ગયું છે.  અમેરિકામાં લગભગ 5 લાખ 30 હજાર વેક્સિનના ડોઝ દરરોજ અપાઇ રહ્યા છે, જ્યારે એપ્રિલમાં 3.3 મિલિયન (33 લાખ) ડોઝ દૈનિક અપાતા હતા. છેલ્લા કેટલાક સપ્તાહમાં મિસોરી, અર્કનસાસ અને નેવાદ જેવાં રાજ્ય સંક્રમણના નવા હોટસ્પોટ બન્યા છે. અહીં કોરોનાના દર્દીની દેખભાળ કરવામાં હેલ્થવર્કર્સ પણ તણાવમાં આવી ગયા છે. બ્રિટને ફ્રાન્સને મિડિયમ રિસ્ક કન્ટ્રીની કેટેગરીમાં મૂક્યું છે. બેટા વેરિયન્ટનો પ્રથમ કેસ સાઉથ આફ્રિકામાં મળ્યો હતો. બ્રિટનમાં ગુરુવારે 48,553 નવા કેસ નોંધાયા હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget