શોધખોળ કરો
Coronavirus: દેશમાં એક દિવસમાં સૌથી વધુ 38,902 નવા કેસ નોંધાયા, કુલ સંક્રમિતોની સંખ્યા 10.77 લાખ
દેશમાં અત્યાર સુધી 10 લાખ 77 હજાર 618 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 26,816 લોકોના મોત થઈ ચૂક્યા છે.
નવી દિલ્હી: અમેરિકા અને બ્રાઝીલ બાદ દરરોજ સૌથી વધુ કેસ ભારતમાં આવી રહ્યાં છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા 10 લાખને પાર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધી 10 લાખ 77 હજાર 618 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 26,816 લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 6 લાખ 77 હજાર લોકો સાજા થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 38 હજાર 902 નવા કેસ સામે આવ્યા છે અને 543 મોત થયા છે.
કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત દુનિયાનો ત્રીજો સૌથી વધુ પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝીલ બાદ કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત ભારત છે, પરંતુ પ્રતિ 10 લાખ વસ્તી પર સંક્રમિત કેસ અને મૃત્યુદરની વાત કરીએ તો અન્ય દેશોની તુલનામાં ભારતની સ્થિતિ સારી છે. ભારત કરતા વધુ કેસ અમેરિકા (3,833,271), બ્રાઝીલ (2,075,246)માં છે.
આંકડા અનુસાર, દેશમાં હાલમાં 3 લાખ 73 હજાર 379 એક્ટિવ કેસ છે. સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 93 હજારથી વધુ દર્દીઓની સારવાર ચાલી રહી છે. તેના બાદ તમિલનાડુ, દિલ્હી, ગુજરાત અને પાંચમાં નંબરે પશ્ચિમ બંગાળ છે. આ પાંચ રાજ્યમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. ભારત દુનિયામાં એક્ટિવ કેસ મામલે ચોથા નંબરે છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર 18 જુલાઈ સુધી ટેસ્ટ કરવામાં આવેલા સેમ્પલોની કુલ સંખ્યા 1,37,91,869 છે. જેમાંથી 3,58,127 સેમ્પલો શનિવારે ટેસ્ટ કરવામાં આવ્યા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement