શોધખોળ કરો
Advertisement
મોદીએ લોકડાઉન લંબાવ્યું પણ 20 એપ્રિલથી છૂટછાટો આપવાની કરી મોટી જાહેરાત, જાણો સંપૂર્ણ વિગત
નરેન્દ્ર મોદીએ આજે કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં લોકડાઉનને વધુ 19 દિવસ માટે લંબાવવાની જાહેરાત કરી હતી. મોદીએ 3 મે સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી છે
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાવાયરસના કેસોની સંખ્યા સતત વધી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં લોકડાઉનને વધુ 19 દિવસ માટે લંબાવવાની જાહેરાત કરી હતી. મોદીએ 3 મે સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી છે પણ કેટલીક છૂટછાટો જાહેર કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
મોદીએ કહ્યું કે, જે વિસ્તારો કોરોનાવાયરસને નાથવામાં સફળ થશે તેમને 20 એપ્રિલ પછી કેટલીક છૂટછાટો આપી શકાશે. આ અંગેનું વિસ્તૃત જાહેરનામું આવતી કાલે 15 એપ્રિલે બહાર પાડવામાં આવશે. અલબત્ત કોરોના સામે લડવા માટેની શરતોનું પાલન નહીં કરાય તો આ છૂટછાટો પણ પાછી લઈ લેવાશે. મોદીએ સ્પષ્ટતા કરી છે કે, ગરીબો વર્ગને આજીવિકા કમાવામાં તકલીફ ના પડે એ માટે આ છૂટછાટો અપાશે.
મોદીએ જાહેર કરેલા લોકડાઉનને મંગળવારે 21 દિવસ પૂરા થતાં વડાપ્રધાન મોદીએ આજે 14 એપ્રિલે સવારે 10 વાગ્યે દેશને સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં મોદીએ લોકડાઉનના અમલ માટે દેશનાં લોકોનો આભાર માન્યો હતો. મોદીએ તેમના સંબોધનમાં લોકોને લોકડાઉનમાં તકલીફ ના પડે અને અર્થતંત્ર પણ સાવ મંદીની પકડમાં ના આવી જાય એટલે કેટલીક છૂટછાટો પણ જાહેર કરી છે. વડાપ્રધાનના કાર્યાલયે સોમવારે ટ્વીટ કરીને મોદી મંગળવારે રાષ્ટ્રને સંબોધ કરશે એવી માહિતી આપી હતી. કોરોનાવાઈરસ કટોકટી પછી મોદીએ 26 દિવસમાં ચોથું રાષ્ટ્રજોગ સંબોધન કર્યું છે.
સોમવારે પીએમઓ દ્વારા કરાયેલી ટ્વિટના પગલે એવી અટકળો તેજ બની હતી કે, વડાપ્રધાન મોદી અમુક છૂટછાટ સાથે લોકડાઉન વધારવાની જાહેરાત કરી શકે છે. લોકડાઉનને 30 એપ્રિલ સુધી વધારવામાં આવે તેવી શક્યતા પણ વ્યક્ત કરાઈ હતી. વડાપ્રધાન મોદીએ ગયા શનિવારે તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દરમિયાન લોકડાઉન વધારવા અંગે વાત પણ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ખેતીવાડી
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion