Corona Vaccination: ભાજપ શાસિત આ રાજ્યએ સૌથી વધુ બરબાદ કર્યા કોરોના રસીના ડોઝ
આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, હરિયાણાએ સૌથી વધુ ડોઝ બરબાદ કર્યા છે. ભાજપ શાસિત આ રાજ્યમાં ડોઝ બરબાદ થવાની ટકાવારી 6.49 ટકા છે. જે બાદ બીજા ક્રમે આસામે 5.92 ટકા અને ત્રીજા ક્રમે રાજસ્થાને 5.86 ટકા ડોઝ બરબાદ કર્યા છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસનું કિડિયારી ઉભરાયું છે. ભારતમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક અઢી લાખ પહોંચી ગયો છે. દેશમાં કોરોનાના કેસ પર કાબુ મેળવવા રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.
આ દરમિયાન આજે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, હરિયાણાએ સૌથી વધુ ડોઝ બરબાદ કર્યા છે. ભાજપ શાસિત આ રાજ્યમાં ડોઝ બરબાદ થવાની ટકાવારી 6.49 ટકા છે. જે બાદ બીજા ક્રમે આસામે 5.92 ટકા અને ત્રીજા ક્રમે રાજસ્થાને 5.86 ટકા ડોઝ બરબાદ કર્યા છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોને 18 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.અત્યાર સુધી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે 90 લાખ ડોઝ પડ્યા છે. આગામી ત્રણ દિવસમાં વધુ 7 લાખ ડોઝ પૂરા પાડવામાં આવશે.
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 17 કરોડ 27 લાખ 10 હજાર 066 ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,29,942 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3876 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,56,082 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 26 લાખ 62 હજાર 575
- કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 90 લાખ 27 હજાર 304
- કુલ એક્ટિવ કેસ - 37 લાખ 15 હજાર 221
- કુલ મોત - 2 લાખ 49 હજાર 992
આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.
કેટલા સેમ્પલનું થયું ટેસ્ટિંગ
ICMR ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 30,56,00,187 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 10 મે ના રોજ 18,50,110 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું હતું.
લાંબો સમય માસ્ક પહેરવાથી શરીરમાંથી ઓક્સિજન ઘટી જાય છે ? જાણો મોદી સરકારે શું કહ્યું
ગુજરાતીઓને જેના વગર ના જ ચાલે એવી આ ચીજ લેવાથી કોરોનાથી બચી શકાય છે ? કોરોના થયો હોય તો પણ મટી જાય ?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
