શોધખોળ કરો
Advertisement
Corona Vaccination: ક્યા લોકોને નહીં આપવામાં આવે કોરોના રસી? અહીં દૂર કરો તમારી તમામ શંકાઓ
કોરોના રસીકરણનું અભિયાન શરૂ થઈ ગયું છે તેમ છતાં લોકોના મનમાં હજુ ઘણાં સવાલ છે. લોકોને સવાલ છે કે આખરે ક્યા લોકોએ રસી લેવી જોઈએ અને ક્યા લોકોએ રસી ન લેવી જોઈએ.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દેશમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી છે. પ્રધાનમંત્રી મોદીએ વૈજ્ઞાનિકોનો આભાર માન્યો છે. દેશમાં આજે કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરાવતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, આજના દિવસનો સમગ્ર દેશ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. મહિનાઓની દેશના દરેક ઘરમાં બાળકો, વૃદ્ધ, જવાન તમામના મોઢે એ સવાલ હતો કે કોરોના રસી ક્યારે આવશે. હવે વેક્સીન આવી ગઈ છે, ખૂબ જ ઓછા સમયમાં આવી ગઈ છે.
દેશમાં અલગ અલગ જગ્યાએ કોરોના રસી આપવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાં આજે ત્રણ લાખ સ્વાસ્થ્ય કર્મીઓને કોરોના રસી આપવામાં આવશે. જોકે એ વાતનું ધ્યાન પણ રાખવું જરૂરી છે કે આ રસી ક્યા લોકોએ ન લેવી જોઈએ
કોરોના રસીકરણનું અભિયાન શરૂ થઈ ગયું છે તેમ છતાં લોકોના મનમાં હજુ ઘણાં સવાલ છે. લોકોને સવાલ છે કે આખરે ક્યા લોકોએ રસી લેવી જોઈએ અને ક્યા લોકોએ રસી ન લેવી જોઈએ. આ મામલે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાજ્યોને કોરોના રસી કોવિશીલ્ડ અને કોવેક્સીનને લઈને એક ફેક્ટ શીટ બહાર પાડી છે. જેમાં અનેક પ્રકારની જાણકારીઓ આપવામાં આવી છે.
આ લોકોએને રસી આપવામાં નહીં
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલ આ ફેક્ટ શીટમાં આપેલ જાણકારી અનુસાર 18 વર્ષથી વધારે ઉંમરના લોકોને જ રસી આપવામાં આવશે. નોંધનીય છે કે, બાળકોમાં રસીનો અભ્યાસ કરવામાં નથી આવ્યો. માટે આ રસી બાળકોને આપવામાં નહીં આવે.
ઉપરાંત ગર્ભવતિ મહિલાઓ, સ્તનામાન કરાવતી માતાઓ અથવા એવી મહિલાઓને પણ રસી આપવામાં નહીં આવે જે પોતાની ગર્ભાવસ્થાને લઈને સુનિશ્ચિત નથી. કારણ કે ગર્ભવતી મહિલાઓમાં કોરોના રસીની સુરક્ષાને લઈને કોઈ ડેટા કલેક્ટ કરવામાં આવ્યા નથી.
ઉપરાંત જેને કોરોનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હોય અને તેને એનાફિલેક્સિસ અથવા એલર્જી રિએક્શન થાય તો તેને પણ રસીનો બીજો ડોઝ આપવામાં નહીં આવે. ઇનાફિલેક્સિસ ઘાતક સાબિત થઈ શકે છે. ઉપરાંત ઇન્જેક્ટેબલ થેરેપી, ફાર્માસ્યૂટિકલ પ્રોડક્ટ, ખાદ્ય પદાર્ષ વગેરેને કારણે પહેલા અથવા બાદમાં એલર્જી અથવા કોઈપણ પ્રકારનું રિએક્શનનો સામનો કરવો પડ્યો હોય તો એવા લોકોને પણ રસી આપવામાં નહીં આવે.
ઉપરાંત જેમનામાં SARS-CoV-2ના લક્ષણ જોવા મળે છે તો તેને રસી આપવામાં નહીં આવે. જ્યારે કોઈપણ બીમાર દર્દી અથવા હોસ્પિટલમાં દાખલ દર્દીને રસી આપવામાં નહીં આવે. જે લોકોને રસી આપવામાં આવશે તેને માથાનો દુઃખાવો, તાવ, શરીરમાં દુઃખાવો, ઉલ્ટી, ચક્કર આવવા, ઉધરસ, જ્યાં ઇન્જેક્શન આપ્યું હોય ત્યાં સોજો અથવા દુઃખાવા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જોકે આ લક્ષણોને ગભરાવવાની જરૂરત નથી.
આ લોકો લઈ શકે છે રસી
કોરોના સંક્રમિત થઈ થયેલ લોકો જે હવે સાજા થઈ ગયા છે તેને રસી આપી શકાય છે. એચઆઈવી, ખરાબ ઇમ્યૂનિટી, કેન્સર, કાર્ડિયાક ન્યૂરોલોજિકલ અને ફેફ્સા મેટાબોલિકના દર્દી આ રસી લઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement