કોરોના રસીને લઈને કેન્દ્રની નવી ગાઈડલાઈન, હવે પ્રથમ ડોઝ લીધા બાદ સંક્રમિત થયેલ વ્યક્તિ પણ.....
કોરોના સંક્રમિત જેમને એન્ટીબોડી અથવા પ્લાઝમા આપવામાં આવ્યા છે તેમને પણ હોસ્પિટલમાંથી રજા આપ્યા પછી ત્રણ મહિના બાદ રસી આપવામાં આવશે.
વેક્સિનેશનને લઇને કેંદ્ર સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જે મુજબ હવે કોરોનાથી સાજા થયેલા દર્દીને 3 મહિના બાદ જ વેક્સીન અપાશે. નેશનલ એક્સપર્ટ ગ્રૂપ ઓન વેક્સિન એડમિનિસ્ટ્રેશન ફોર કોવિડે રજુ કરી ભલામણોને કેંદ્ર સરકારે માન્ય રાખી છે. જે મુજબ પહેલા ડોઝ બાદ સંક્રમિત થયેલા વ્યક્તિ 3 મહિના પછી બીજો ડોઝ લગાવી શકશે. ગંભીર બીમારી અથવા તો ICUમાં દાખલ થયેલા દર્દીને વેક્સીન માટે 4-8 સપ્તાહની રાહ જોવી પડશે. તો બાળકોને સ્તનપાન કરાવતી મહિલા પણ હવે વેક્સીન લગાવી શકશે. જો કે ગર્ભવતી મહિનાને વેક્સીન આપવા અંગે હજુ કોઇ નિર્ણય નથી લેવાયો.
કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે પ્રથમ ડોઝ લીધા બાદ જો કોઈ વ્યક્તિ સંક્રમિત થશે તો , બીજો ડોઝ રિકવરીના ત્રણ મહિના બાદ જ આપવામાં આવશે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કોઈ વ્યક્તિ રસી લીધા બાદ અથવા COVID થી પીડિત થવા પર RT-PCR નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ આવ્યાના 14 દિવસ બાદ રક્તદાન કરી શકે છે. સ્તનપાન કરાવતી મહિલાઓ માટે રસીકરણની ભલામણ કરવામાં આવી છે.
New Recommendations of National Expert Group on Vaccine Administration for COVID19 (NEGVAC) have been accepted & communicated to States/UTs. As per new recommendations, COVID19 vaccination to be deferred by 3 months after recovery from illness: Union Health Ministry pic.twitter.com/EIm9jPjpOB
— ANI (@ANI) May 19, 2021
કોરોના સંક્રમિત જેમને એન્ટીબોડી અથવા પ્લાઝમા આપવામાં આવ્યા છે તેમને પણ હોસ્પિટલમાંથી રજા આપ્યા પછી ત્રણ મહિના બાદ રસી આપવામાં આવશે.
એવા લોકો જે ગંભીર બિમારીથી પીડિત છે અને તેમને દાખલ કરવાની જરુર અથવા તો આઈસીયૂ કેરની જરુર છે તેમણે પણ ચારથી લઈને આઠ અઠવાડિયા સુધી રસી માટે રાહ જોવી પડશે. ગર્ભવતી મહિલાઓને રસી આપવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,67,334 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4529 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,89,851 લોકો ઠીક પણ થયા છે. આજે દેશમાં કોરોનાથી થયેલા મોત અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે.
કુલ કેસ- બે કરોડ 54 લાખ 96 હજાર 330
કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 19 લાખ 86 હજાર 363
કુલ એક્ટિવ કેસ - 32 લાખ 26 હજાર 719
કુલ મોત - 2 લાખ 83 હજાર 248