શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Corona Vaccine: મોદી-શાહની આકરી ટીકા કરતાં આ રાજ્યના મુખ્યમંત્રીએ કોરોના રસી ફ્રીમાં આપવાની કરી જાહેરાત, જાણો વિગત
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 18,645 નવા કેસ અને 201 લોકોના મોત થયા છે.
કોલકાતાઃ દેશમાં કોરોના સંક્રમણ કાબુમાં આવી રહ્યું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી રોજ 19 હજારથી ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરવાના છે. જેમાં વેક્સિનેશનના રોલઆઉટને લઈ ચર્ચા થશે. આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ મોટી જાહેરાત કરી છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, મમતા બેનર્જીએ રાજ્યમાં તમામ લોકોને ફ્રીમાં રસી આપવાની જાહેરાત કરી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યુ, મને જણાવતાં ખુશી થાય છે કે રાજ્યમાં તમામ નાગરિકોને અમારી સરકારે કોવિડ-19ની રસી ફ્રીમાં આપવાની તૈયારી કરી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 18,645 નવા કેસ અને 201 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કુલ કેસની સંખ્યા 1,04,50,284 છે. હાલ 2,23,335 એક્ટિવ કેસ છે. દેશમાં કુલ 1,00,75,950 લોકો કોરનાને મ્હાત આપી ચુક્યા છે. કુલ મૃત્યુઆંક 1,50,999 થયો છે.
કોરોનાથી સંક્રમિત દેશોના લિસ્ટમાં ભારત અમેરિકા પછી બીજા ક્રમે છે. દેશમાં સૌથી વધારે એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. એક્ટિવ કેસ મામલે ભારત વિશ્વમાં 13માં ક્રમે છે. મોતના મામલે ભારત અમેરિકા, બ્રાઝિલ બાદ ત્રીજા નંબર પર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion