સીરમ ઈન્સ્ટીટ્યૂટે રાજ્યો માટે ‘કોવિશીલ્ડ વેક્સિન’ની કિંમતમાં કર્યો ઘટાડો, જાણો હવે રાજ્યોને કેટલામાં આપશે
ભારતની સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકાની રસી ઉત્પન્ન કરી રહી છે. 'કોવિશિલ્ડ' ખાનગી હોસ્પિટલોને ડોઝ દીઠ 600 રૂપિયા આપવામાં આવશે. દેશમાં હાલમાં બે કોરોના રસી કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીન ઉપલબ્ધ છે.
પુણે: કોરોના વેક્સીનની કિંમતોને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સીરમ ઈન્સ્ટીટ્યૂટે રાજ્યોને આપવામાં આવનારી કોવિશીલ્ડ વેક્સીનની કિંમતમાં ઘટાડો કર્યો છે. પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) એ તેની કોવિડ -19 રસી 'કોવિશિલ્ડ' (covishield vaccine)ની રાજ્ય સરકારો માટે પ્રતિ ડોઝ 400 રૂપિયાની કિંમત નક્કી કરી હતી. હવે તેની કિંમત ઘટાડીને 300 રૂપિયા કરી દેવામાં આવી છે. SIIના સીઈઓ આદર પૂનાવાલા (Adar Poonawalla)એ ખુદ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે.
તેમણે કહ્યું કે, "હું સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા રાજ્યને આપવામાં આવનારી રસીની કિંમત 400 રૂપિયાથી ઘટાડીને 300 રૂપિયા કરી શકું છું અને તે તાત્કાલિક અસરથી અમલમાં આવશે." તેનાથી રાજ્યને હજારો કરોડ રૂપિયાની બચત થશે. તેનાથી વધુ રસીકરણ થશે અને અસંખ્ય જીવન બચાવી શકાશે. ''
ભારતની સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા ( serum institute) ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકાની રસી ઉત્પન્ન કરી રહી છે. 'કોવિશિલ્ડ' ખાનગી હોસ્પિટલોને ડોઝ દીઠ 600 રૂપિયા આપવામાં આવશે. દેશમાં હાલમાં બે કોરોના રસી કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીન ઉપલબ્ધ છે.
હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે તેની કોવિડ -19 રસી 'કોવેક્સિન' ની કિંમત રાજ્ય સરકારો માટે ડોઝ દીઠ 600 રૂપિયા અને ખાનગી હોસ્પિટલો માટે ડોઝ દીઠ 1,200 રૂપિયા નક્કી કરી છે.
કોરોનાની રસીની કિંમતને લઈ વિરોધી પક્ષોએ મોદી સરકાર પર નિશાન સાધ્યા હતા. તેના બાદ કેન્દ્ર સરકારે તાજેતરમાં જ સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકને તેમની કોવિડ -19 રસીના ભાવ ઘટાડવા કહ્યું હતું.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,60,960 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3293 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,61,162 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- એક કરોડ 79 લાખ 97 હજાર 267
કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 48 લાખ 17 હજાર 371
કુલ એક્ટિવ કેસ - 29 લાખ 78 હજાર 709
કુલ મોત - 2 લાખ 01 હજાર 709
14 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 14 કરોડ 78 લાખ 27 હજાર 367 ડોઝ આપવામાં આવ્યા છે.
આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.