શોધખોળ કરો
Advertisement
ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધીને 50 થઈ
કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના વિશેષ સચિવ સંજીવ કુમારે મંગળવારે કહ્યું કે દેશમાં કોરોના વાયરસના મામલાની કુલ સંખ્યા 50 થઈ છે.
નવી દિલ્હી: કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના વિશેષ સચિવ સંજીવ કુમારે મંગળવારે કહ્યું કે દેશમાં કોરોના વાયરસના મામલાની કુલ સંખ્યા 50 થઈ છે. જેમાંથી 34 લોકો ભારતીય છે અને 15 વિદેશી છે, જે ઈટલીના નાગરિક છે. તેમણે કહ્યું કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં કોઈ મૃત્યું નથી થયું.
પુણે જિલ્લા કલેક્ટર નવલ કિશોર રામે કહ્યું કે પુણેમાં બે અન્ય લોકોમાં કોરોના વાયરસની પુષ્ટી થઈ છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં ચાર લોકોમાં કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટી કરવામાં આવી છે.Sanjeeva Kumar, Special Secretary (Health), Union Health Ministry: The total number of positive cases are now 50. Of these 34 are Indian nationals and 16 are citizens of Italy. There has been no death in the country due to #Coronavirus so far. pic.twitter.com/S0LaNwkCRC
— ANI (@ANI) March 10, 2020
Maharashtra Public Health Dept: After 2 people were found positive for #Coronavirus in Pune city yesterday, search for people who they came in contact with, was going on. One of their child, the driver they travelled with from Mumbai to Pune & a co-passenger also tested positive.
— ANI (@ANI) March 10, 2020
ભારતમાં કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપ વચ્ચે હવે કેરળમાં થિયેટરને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય કોચ્ચિમાં અલગ-અલગ મલયાલમ થિયેટર સંગઠનોની બેઠકમાં લેવામાં આવ્યો છે. હવે 11 માર્ચથી લઈને 31 માર્ચ સુધી રાજ્યના તમામ થિયેટર બંધ રહેશે.
ઉલ્લેખનીય છે કે કેરળમાં કોરોના વાયરસના છ નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં એક ત્રણ વર્ષનો બાળક પણ સામેલ છે. બાળકને અર્નાકુલમ મેડિકલ કૉલેજના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરમાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion