શોધખોળ કરો
Advertisement
ભારતમાં લૉકડાઉન વધશે? WHOએ પીએમ મોદીને કહ્યું આ 'થ્રી L'ની ફોર્મ્યૂલાથી કામ કરો
ત્રણ L ને ધ્યાનમાં રાખવાની આવશ્યકતા છે, તે છે લાઇફ, લાઇવલીહૂડ અને લિવિંગ. એટલે કે સરકારે જીવન, આજીવિકા અને જીવવાની રીત પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે
નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારી સમગ્ર દુનિયા પર ભારે પડી રહી છે, ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHOએ ભારતની પ્રસંશા કરી છે, કોરોનાને હરાવવા ભારત મૉડલથી WHO પ્રભાવિત થયુ છે, હાલ ભારતમાં સંપૂર્ણ લૉકડાઉન ચાલી રહ્યું છે. 21 દિવસનુ લૉકડાઉન 14 એપ્રિલે પુરુ થઇ રહ્યું છે, ત્યારે WHOએ ભારતને થ્રી એલની ફોર્મ્યૂલા પર કામ કરવાનુ કહ્યુ છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHOએ પીએમ મોદીને લૉકડાઉન પર કહ્યું કે, ભારત કોરોના સામે બીજુ લૉકડાઉન લઇને આગળ વધી રહ્યુ છે, બીજા તબક્કામાં ભારતે માત્ર લૉકડાઉન નહીં પણ લોકોની આજીવિકા અને જીવન જરૂરિયાતની વસ્તુઓને ધ્યાનમાં રાખવાની જરૂર છે. આના પરથી કહી શકાય કે ભારતમાં પીએમ મોદી લૉકડાઉનને આગળ વધારવાની અપીલ કરી શકે છે.
WHOના વિશેષ દુત ડેવિડ નાબરોએ જણાવ્યુ કે, ભારતમાં લૉકડાઉનને આગળ વધારવુ જોઇએ, તેનાથી કોરોનાના પ્રકૉપને રોકી શકાય છે. તેમને વધુમાં કહ્યું કે, બધા સંબંધિત નાગરિક સમાજ, લોકોના સંગઠનો, સ્થાનિક અને રાષ્ટ્રીય સરકારો દ્વારા સંકટથી પ્રભાવિત લોકોની આજીવિકાની રક્ષા માટે પ્રયાસ વિશેષ રીતે થાય, ખાદ્ય સંકટને રોકવા માટેના ચાલી રહેલા પ્રયાસથી ખુશ છે.
પ્રતિકાત્મક તસ્વીર
તેમને જણાવ્યુ કે, ત્રણ L ને ધ્યાનમાં રાખવાની આવશ્યકતા છે, તે છે લાઇફ, લાઇવલીહૂડ અને લિવિંગ. એટલે કે સરકારે જીવન, આજીવિકા અને જીવવાની રીત પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement